
સુરતમાં ઠેર ઠેર ખોદકામ કરીને વિકાસના કામો ચાલી રહ્ના છે જેને લઇને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે. ખાસ કરીને સુરતના નવજીવનથી કઠોદરા તરફ જતાં રસ્તા પર ગૂડ્ઝ રેલવેના ગરનાળાનું કામ ચાલી રહ્નાં હોવાથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જો કે, ડાયવર્ઝન કાચા માર્ગ પર આપવામાં આવ્યું છે. ખેતરમાંથી પસાર થતો આ રસ્તાથી ઍક કિલોમીટરનો ફેરાવો વધી જાય છે. સાથે જ ધૂળિયો રસ્તો હોવાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાથી લોકોઍ હલ્લાબોલ કરી કામકાજ બંધ કરાવતા તંત્ર દોડતું થયું છે.
સુરત કઠોદરા ગઢપુર તરફ જતાં રસ્તા પર ગુડ્ઝ રેલવે લાઇનનું કામ ચાલી રહ્નાં છે. જેને લઇને તંત્ર દ્વારા વાહન વ્યવહાર ન ખોરવાય તે માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પરંતુ ડાયવર્ઝનના પગલે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે. ધૂળ અને ડમરીઓના વચ્ચેથી જવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્ના છે. જેને લઇને આજુબાજુના રહીશો અને વાહનચાલકોઍ ગુડ્ઝ રેલવેના ગરનાળાના ચાલતા કામïકાજની સાઇડ ઉપર હલ્લાબોલ કરી કામ બંધ કરાવી દેતા તંત્ર દોડતું થઈ ગયું છે. આ અંગે ગઢપુર સોસાયટીના પ્રમુખ અશ્વિનભાઈ મોરડિયાઍ જણાવ્યું હતું કે, કઠોદરા તરફ ઘણી સોસાયટીઓ આવેલી છે. અહિં મોટી સંખ્યામાં લોકો વસવાટ કરે છે. લાખો લોકો રહે છે. તેમ છતાં ગૂડઝ ટ્રેનની કામગીરીમાં હાલ નાળાનું કામ ચાલે છે. જેથી ડાયવર્ઝન કાચા માર્ગ પર ખેતરમાં અપાયું છે. ઍક કિલોમીટરનો ફેરાવો ધરાવતાં ડાયવર્ઝનમાં ૪૦૦થી વધુ મીટર સુધી ધૂળની ડમરીઓ ઉડી રહી છે. જેથી લોકોના આરોગ્ય સામે પણ ખતરો ઉભો થઈ રહ્ના છે. ફેફસાંના રોગ વકરવાની ભીતિથી ગુરુવારે લોકોઍ હલ્લાબોલ કર્યું છે. અગાઉ પાલિકા અને તંત્રને રજૂઆત કરી હતી તો ઍકબીજા પર માત્ર ખો નાખવામાં આવી રહી છે. રેલવે કોન્ટ્રાક્ટર દ્વારા પણ કોઈ જ સરખો જવાબ મળતો નથી. જેથી આજે આસપાસની સોસાયટીના ૪૦૦થી વધુ પ્રમુખ સહિતના જાગૃત નાગરિકો દ્વારા નાળાનું કામ અટકાવી દેવામાં આવ્યું છે. અમારી માંગ છે કે, અમને યોગ્ય ડાવવર્ઝન નહી આપવામાં આવે ત્યાં સુધી અમે કામ શરૂ કરવા દઈશું નહી. અમને ઍટલું કહેવાયું છે કે, અમે ઉપર રજૂઆત કરી છે. જો કે અમારે નક્કર કામગીરી ન થાય ત્યાં સુધી કામ અટકાવવું છે.