દક્ષિણ ગુજરાતમાં તારીખ ૪ થી ૬ માર્ચ સુધીમાં માવઠાનું વાતાવરણ હોવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેને લઈને અત્યારથી જગતનો તાત મુશ્કેલીમાં મૂકાયા ગયા છે. ખેતરોમાં ઉભા પાકને નુકસાનïની ભીતિને લઇ ખેડૂતો ચિંતિïત દેખાઈ રહ્ના છે.
ïશિયાળાની ઋતુ બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજે અચાનક તાપમાનનો પારો વધી જતાં લોકો ગરમીïમાં શેકાઈ રહ્ના છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે. બીજી તરફ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક ગામોમાં આગામી ૪ માર્ચથી હળવાથી મધ્યમ વરસાદ પડશે અને માવઠાનો સીલસીલો ત્રણ દિવસ ચાલુ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના મુજબ આજે મહત્તમ તાપમાન ૩૫.૮ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાનમાં ૧૯.૬ ડિગ્રી વધારો થતા ઉનાળાનું આગમન થઇ રહ્નાનું સ્પષ્ટ બની રહ્નાં છે. ઉપરાંત હવામાં ભેજનું પ્રમાણ ૩૬ ટકા અને ઉત્તર દિશામાંથી પ્રતિ કલાક ૪ કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. વાતાવરણના પલટાને કારણે જો કમોસમી વરસાદ આવે તો કેરીના પાકને પણ મોટું નુકસાન થઈ શકે છે.પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ ત્યાં ધોધમાર વરસાદ પડી રહ્ના છે. તેની અસરને પગલે બદલાયેલા વાતાવરણથી રાજસ્થાન અને બિહારમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન જોવા મળ્યું છે અને વરસાદ માટેનું વાતાવરણ ઊભું થયું છે. સુરત જિલ્લાના ખેડૂત અગ્રણી જયેશ પટેલે જણાવ્યું કે, સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર કેરીનો મતલબ પાક થતો હોય છે. અત્યારે આંબા ઉપર કેરીના મોર પણ આવી ગયા છે. આવી સ્થિતિમાં વરસાદ આવે તો કેરીના પાકને ખૂબ મોટું નુકસાન થઈ શકે છે. ખેડૂતોને આર્થિક નુકસાન ઉઠાવવાનો વખત આવી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ઘઉંનો પાક ઓછો છે. તેમજ ભરૂચ જિલ્લામાં કપાસના ઉભા પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહે છે.