
ચોક બજાર પોલીસ મથકની હદમાં ફરી ઍકવાર ખુની ખેલ ખેલાયો છે. મળસ્કેના સમયે વેડ રોડ પંડોલ ખાતે આવેલા અટલજી નગરમાં અઠવાડિયા અગાઉ થયેલા ઝઘડાના અદાવતમાં ચાર યુવાનોઍ ત્રણ શ્રમજીવી ઉપર ચાકુ વડે હુમલો કરી બેને મોતïને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટના અંગે ચોક બજાર પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓને જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે બેને મૃતદેહનો કબજા લઇ પીઍમ અર્થે સીવીલ મોકલી આપ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
ચોકબજાર પોલીસ મથકની હદમાં વેડ રોડ પંડોળ ખાતે આવેલા અટલજી નગરમાં ઓરિસ્સાના શ્રમજીવી પરિવારો છે. સંચા ખાતામાં નોકરી કરી પરિવારનો ગુજરાન ચલાવે છે. શુક્રવારે મળસ્કેના સમયે અઠવાડિયા અગાઉ થયેલા ઝઘડાના અદાવતમાં અટલજી નગરમાં ખુની ખેલ ખેલાયો હતો. જેમાં ચાર પરપ્રાંતિયોઍ ત્રણ શ્રમજીવીઓ ઉપર ચાકુ વડે હુમલો કરી ઉપરાછાપરી ઘા ઝાંકી બેને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જ્યારે ઍક લોહીલુહાણ હાલતમાં જમીન પર ફસડાઈ પડતાં હુમલોખોરો ભાગી ગયા હતા. આ ઘટના બાદ ચોક બજાર પોલીસને જાણ થતાં પોલીસ કાફલો અને ઉચ્ચ અધિકારીઓ તથા ડીસીબીની ટીમ દોડી આવી હતી. પોલીસે ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. જ્યારે બંને મૃતકોની મૃતદેહ કબજે લઇ પીઍમ અર્થે સીવીલ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. ચોકબજાર પોલીસે ડબલ મર્ડરનો ગુનો અને હત્યાનો પ્રયાસનો ગુનો નોધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. તે દરમિયાન હત્યા કરનાર ચારેય આરોપીઓને ગણતરીના કલાકોમાં જ દબોચી પાડ્યા હતા.