
મોટાવરાછાના ઍક બિલ્ડરે અમદાવાદ ખાતે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં બિલ્ડરલોબીમાં ચકચાર મચી છે. આ બિલ્ડરે નાણાકીય ભીંસમાં આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. તેઓ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં હાલમાં સારવાર હેઠળ છે. બિલ્ડરે આપઘાત કરવા જતાં પહેલાં મોબાઈલમાં વીડિયો પણ બનાવ્યો હતો અને ઍ તેના નજીકના સંબંધીને મોકલાયો હતો. જાકે, હજુ સુધી કોઈ પુષ્ટી થઈ નથી.
મોટાવરાછા વિસ્તારના મોટા ગજાના બિલ્ડર અશ્વિન છોડવડિયાઍ અમદાવાદમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ બિલ્ડર હાલમાં અમદાવાદની હોસ્પિટલમાં સારવારમાં છે. જોકે તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરનારા આ બિલ્ડરે આપઘાત પહેલાં ઍક વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં તેઓ તેમના ઍક સંબંધીને કહે છે, મારી પર જે વીત્યું છે ઍની સુસાઈડ નોટ મેં બનાવી છે. આ ઉપરાંત કોલ રેકોર્ડ્સ પણ કરાયા છે. ઍની વિગત ઓફિસના ઍક કોમ્પ્યુટરમાં મૂકવામાં આવી છે. ઍ તું મેળવી લેજે. બિલ્ડરે વીડિયોમાં જણાવ્યું છે કે દોઢેક વર્ષથી તેને મુશ્કેલી હતી અને આ કારણે પોતે આપઘાત કરવા માટે પ્રયત્ન કરતો હતો, પણ તેની પત્નીને આ બાબતનો અંદાજો આવી ગયો હતો. ઍને લઇ તે તેમને ઍકલા મૂકતી નહોતી. આખરે જેમ તેમ કરીને પોતે આપઘાત માટે પગલું ભરતા હોવાનું વીડિયોમાં જણાવ્યું હતું. વીડિયોમાં બિલ્ડર ઍવું જણાવે છે કે દોઢેક વર્ષથી તેની જિંદગી ખરાબ થઈ છે. જોકે તેઓ કોનાથી પરેશાન છે ઍનો વીડિયોમાં કોઈ ફોડ પડાયો નથી, પણ સૂત્રોનું કહેવું છે કે ઍની સાથે સંકળાયેલી કેટલીક વ્યક્તિઓને કારણે તેમની આર્થિક હાલત બગડી હતી. છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકડામણમાં છે. ઍનાથી તેમને માનસિક ત્રાસ થતો હતો અને આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે.તેમને અમદાવાદની જ ઍસજીવીપી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ બિલ્ડરે મરી જવાનું જ નક્કી કર્યું હોય ઍમ હોસ્પિટલમાં પણ ફરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આર્થિક મુશ્કેલીને કારણે ખૂબ જ ચિંતામાં રહેતા બિલ્ડરે હોસ્પિટલમાં પણ પત્નીનો દુપટ્ટો લઈ ગળેફાંસો ખાવાની કોશિશ કરી હતી. જોકે તેમનો બચાવ થયો હતો. બિલ્ડરના આસપાસના સંબંધી પાસેથી મળતી વિગત મુજબ, બિલ્ડર હજુ પણ સતત રડ્યા કરે છે. બિલ્ડર સાથે જેપણ કંઈ બન્યું ઍ અંગે ઍ દ્વારા અમદાવાદના સોલા હાઈકોર્ટ પોલીસ મથક ખાતે તેમની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધી તપાસ કરવામાં આવી રહી છે.