
મોટા વરાછા વિસ્તારમાં કેટલીક સોસાયટીમાં છેલ્લા પાંચ વર્ષથી પાણીના મિટર લગાવવામાં આવ્યા છે. આ પાણી મિટર ને લઈ ઘણી વખત ૨૫ હજારથી વધુ બિલ પણ આવ્યા છે. આ ઉપરાંત રહીશો દ્વારા પાણી બિલ અલગથી ભરવા છતાં વેરા બીલમાં પણ પાણીનો વેરો વસુલતા હોવાના કારણે મોટા વરાછાના રહીશોમાં રોષ ફાટી નીકળ્યો છે. અને રહીશો દ્વારા તેને વિરોધ કરી પાલિકા સામે સુત્રોચ્ચાર કર્યા હતા.
સુરત મહાનગર પાલિકા હવે રહેણાક વિસ્તારમાં પાણીના મીટર ફરજિયાત કરવાની વિચારણા કરી રહી છે.જોકે સુરત નામોટા વરાછા વિસ્તારમાં ઘણી સોસાયટીમાં છેલ્લા પાંચ વર્ષથી પાણીના મીટર લગાવવામાં આવ્યા છે .જેમાં ઍકજ સાથે ઘણી વખત ૨૫ હજાર સુધીના બિલો આવ્યા હતા. જેને લઇને રહીશો દ્વારા વિરોધ પણ કરાયો હતો. સાથે જ દર મહિને ૮૦૦ થી વધુ પાણી બિલ આવે છે..જોકે સ્થાનિકો ઍ પાલિકા સામે રોષ ઠાલવ્યો હતો. સ્થાનિકોને પાણી મિટર બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આક્ષેપો કર્યા હતા કે પાણીનું બીલ ભરવા છતાં વેરા બીલમાં પણ પાણીનો ટેક્સ વસુલવામાં આવે છે સાથેજ ઘણી સોસાયટીમાં છેલ્લા પાંચ વર્ષથી પાણીના મીટર છે અને મોટા ભાગની સોસાયટીમાં નથી તો પાલિકા ની આ બેવડી નીતિ ને લઈ સ્થાનિકોમાં રોષ દેખાય રહ્ના છે. જાકે, પાણીને લઇ આગામી દિવસોમાં રહીશો દ્વારા કેવા પ્રકારની રણનીતિ ઘડશે તે જાવાનું રહ્નાં.