ચોકબજાર કોઝવે સર્કલ પાસે મની ટ્રાન્સફરની ઓફિસ ધરાવતા ઍક યુવક સાથે પેયમાર્ક પેયમેન્ટ ટેકનોલોજી સર્વિસ પ્રા. લિ. કંપનીના બે કર્મચારીઓઍ રૂપિયા ૧૦ લાખ ક્રેડિટ પર લીધા બાદ પરત ન આપ્યાની ફરિયાદ પોલીસ મથકમાં નોધાઈ છે.
સીંગણપોર ચાર રસ્તા રાજલક્ષ્મી હાઇટ્સમાં રહેતા જતીનભાઈ પ્રેમજીભાઈ માણીયા ૨૦૨૧માં કલકત્તા ગોલ્ફ ક્લબ રોડ પર આવેલી પેયમાર્ક પેયમેન્ટ ટેકનોલોજી સર્વિસીસ પ્રા. લિ. કંપનીના સુપર ડિસ્ટ્રીબ્યુટર્સ તરીકે નિમિણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ પોતાના ભાગીદાર નરેશ મકવાણા સાથે વેડ રોડ ઉપર કંપનીમાં ક્રેડીટ મેળવી કમિશન ઉપર કોઝવે સર્કલ ગંગા રેસીડેન્સીમાં મની ટ્રાન્સફરની ઓફિસનું કામકાજ શરૂ કર્યું હતું. આ કંપનીના ગુજરાતના હેડ તરીકે ભેસ્તાન સ્થિત સ્વપન્સૃષ્ટિ રેસીડેન્સીમાં રહેતા રાઘવેન્દ્ર સત્યેન્દ્ર ઉપાધ્યાયની નિમણૂક કરવામાં આવી હતી. રાઘવેન્દ્રઍ રાજકોટ માધાપરા ચોકડી સ્થિત ગોલ્ડન પાર્ટીકોમાં રહેતો નિમેષ હેમંત વાઘેલાની ઍમ્પલોઇ તરીકે નિમણૂક કરી હતી. ત્યારબાદ નિમેષે રાજકોટ ઇન્દ્રપ્રસ્થમાં રહેતા હર્ષ ભરત પરમારને રાજકોટમાં સુપર ડિસ્ટ્રીબ્યુટર તરીકે નિમણૂક કરી હતી. ત્યારબાદ હર્ષ પરમારે અવારનવાર કંપનીમાંથી ક્રેડીટ લઇ મની ટ્રાન્સફરનો ધંધો કર્યો હતો. અવારનવાર કંપનીમાંથી ક્રેડીટ લઇ સાંજે જમા કરાવી દેતા કંપનીને બંને ઉપર વિશ્વાસ બેઠો હતો ત્યારબાદ તારીખ ૧૦-૧-૨૦૨૨ના રોજ કોઝવે સર્કલ પર આવેલી ઓફિસમાં જતીનભાઈ બેઠા હતા. ગુજરાતના હેડ રાઘવેન્દ્ર પણ ઓફિસમાં બેઠા હતા ત્યારે નિમેષે ફોન કરીને રાઘવેન્દ્ર પાસે હર્ષ પરમારને રૂપિયા ૨૦ લાખ ક્રેડીટ આપવાનું કહેતા રાઘવેન્દ્રઍ કંપનીમાંથી ૧૦ લાખ ક્રેડીટ અપાવ્યા બાદ જતીનભાઈ પાસેથી પણ પેય વોલેટથી પણ ૧૦ લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. પરંતુ બંને જણાઍ જતીનભાઈને ૧૦ લાખ સમયસર ન આપતા તેઓઍ ઉઘરાણી શરૂ કરી હતી. બંને જણાઍ ફોન કરી ભાગી ગયા હતા. જેથી પોતાની સાથે વિશ્વાસઘાત થયા હોવાની ભાન થતાં તેમણે ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.