અલથાણ રોડ ખોડિયારનગર ખાતે આવેલા માતાજીના મંદિરમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોઍ દાન પેટીમાંથી રૂપિયા ૩૫ હજારની રોકડ ચોરી કરી ભાગી છુટયા હતા.
ભરથાણા ભગવાન મહાવીર કોલેજની બાજુમાં સુમન ભાર્ગવ આવાસમાં રહેતા અશોકકુમાર સોમેશ્વર સેવક અલથાણ રોડ ખોડિયારનગર ખાતે આવેલા ખોડિયાર માતાના મંદિરમાં પૂજાપાઠ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તા. ૧લી માર્ચના રોજ રાત્રિના સમયે બંધ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોઍ મંદિરના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ મંદિરની દાનપેટી તોડી અંદરથી દાનના રોકડા રૂપિયા ૩૫ હજાર ચોરી કરી ભાગી છુટયા હતા. આ અંગે બીજા દિવસે સવારે અશોકકુમાર મંદિરે આવ્યા બાદ ચોરીની જાણ થઈ હતી. ત્યારબાદ ખટોદરા પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. જાકે, સીસીટીવી કેમેરા ચેક કરતા ઍક ચોરનો ફુટેજ મળી આવ્યો હતો. પોલીસે આજુબાજુ તપાસ કર્યા બાદ અશોકકુમારની ફરિયાદ બાદ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.