અડાજણ શાંતિ સાગર રો હાઉસમાં આવેલા ઍક મકાનમાં ગેરકાયદેસર દેહ વ્યાપારનો ધંધો ચાલતો હોવાના બાતમીના આધારે મહિલા ગુના નિવારણ શાખા અને મહિલા સેલ દ્વારા રેડ કરવામાં આવી હતી. ત્યાંથી દેહ વ્યાપાર ચલાવનાર બે આરોપીઓ ભાગવામાં સફળ રહ્ના હતા. પોલીસે મકાનમાંથી રોકડ, મોબાઇલ મળી ૨૪ હજારની મતા કબજે કરી હતી. જ્યારે મકાનમાંથી ઝડપાયેલી લલનાઓનું કાઉન્સેલીંગ કરવામા આવ્યું હતું.
અડાજણ ઍલપી સવાણી રોડ હરિઓમ પેટ્રોલ પંપની ગલીમાં શાંતિનગર રો હાઉસમાં આવેલા મકાન નં. ઍ-૧૨માં મકાનમાં ધંધાર્થે પ્રશાંતજીત નિમાઇ ઘોષ અને પ્રીન્સકુમાર નામના બે યુવાનોઍ દેહવ્યાપારનો ધંધો શરૂ કર્યો છે. ગ્રાહકોને મનપસંદ લલના પહોચાડી કમિશન લઇ પોતાનો ઇરાદો પાર પાડી રહ્ના છે. ગ્રાહકોને શરીર સુખ માણવા માટે તમામ સવલતો પુરી પડાય છે તે હકીકતના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની મહિલા ગુના નિવારણ શાખા અને મહિલા સેલે રેડ પાડી હતી. ત્યારે કુંટણખાનું ચલાવનાર બંને જણા ત્યાંથી ભાગી ગયા હતા. પોલીસે મકાનમાંથી પકડી પાડેલી લલનાઓને દેહવ્યાપારનો ધંધો નહીં કરવા માટે કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મકાનમાંથી મોબાઇલ, રોકડ મળી કુલ રૂપિયા ૨૪ હજારની મતા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.