
સુરત શહેર ક્રાઈમ બ્રાંચના પોલીસ કર્મિયોને મળેલી બાતમીના આધારે નાસીક સાતપુર પોલીસ મથકમાં નોંધાયેલા ચોરીના ગુનામાં નાસ્તા ફરતા રીઢા આરોપીને ઝડપી પાડતી પાડ્યો હતો.
સુરત શહેર પોલીસ કમિશનરઍ બીજા રાજ્યોમાં ગુનાઓ આચરી પોતાની ધરપકડ ટાળવા સુરત શહેરમાં આશરો લઈ રહેતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા માટે સુરત ક્રાઈમબ્રાંચને સુચના આપી હતી.જેના અનુસંધાને અધિક પોલીસ કમિશનર ક્રાઈમ સુરત તથા નાયબ પોલીસ કમિશનર, ક્રાઈમ સુરત તથા મદદનીશ પોલીસ કમિશનર ક્રાઈમ સુરત નાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટરના રાહબરી હેઠળ નાસતા-ફરતા સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા.તે દરમિયાન નાસતા ફરતા સ્કોડના પોલીસ માણસોને મળેલ હકીકત આધારે પરવતગામ ચીન્મય સોસાયટી નજીકથી આરોપી અમરીતસીંગ ઉર્ફે સુપર ઓમકારસીંગ સીકલીકરને ઝડપી પાડ્યો હતો.