
ડિંડોલી વિસ્તારમાંથી ધોરણ-૭માં ભણતી ૧૫ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ભોળવી યુવક બેંગ્લોરથી આવીને સ્કૂલની બહારથી ભગાવી ગયો હતો. બેંગ્લોરમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.ડિંડોલી પોલીસની ટીમે આરોપીને બેંગ્લોરથી પકડી પાડ્યો હતો.
ડિંડોલી વિસ્તારમાં ગાયત્રી સોસાયટીમાં રહેતી ૧૫ વર્ષની સગીરા ધોરણ ૭માં અભ્યાસ કરે છે. બે વર્ષ પહેલા તે જે ઍપાર્ટમેન્ટમાં રહેતી હતી ત્યાં રાજેશ સોમનાથ યાદવ નામનો યુવક રહેતો હતો. ત્યારે બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાતા યુવકે સગીરા સાથે બળજબરી શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં યુવક બેંગ્લોર તેના બનેવીને ત્યાં જતો રહ્ના હતો અને બનેવીની મીઠાઈની દુકાનમાં કામ કરતો હતો.દરમિયાન સગીરા સાથે ફોન ઉપર સંપર્કમાં રહેતો હતો. ગત ૨૮ ફેબ્રુઆરીઍ સગીરાને બેંગ્લોરથી આવીને સ્કુલની બહારથી ભગાવી ગયો હતો.ડિંડોલી પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી.ડિંડોલી સર્વેલન્સ પીઍસઆઈ હરપાલસિંહ મસાણીની ટીમે તપાસ કરતા બાતમીના આધારે નવાગામ ડીંડોલીના દીપકનગરમાં રહેતા આરોપી રાજેશ સોમનાથ યાદવને ઝડપી પાડ્યો હતો. આરોપીઍ સગીરા સાથે બેંગ્લોરમાં પણ બળજબરી શરીર સંબંધ બાંધ્યા હતા. પોલીસે આરોપીને પકડી અને સગીરાને તેના પરિવારને સોંપી હતી.