
કતારગામ અખંડાનંદ બેકની બાજુમાં મહાવીર નગરમાં રહેતા ઍક ફીઝિયો થેરાપીસ્ટ મહિલાના મકાનમાંથી તસ્કરો રૂપિયા ૧.૧૦ લાખની મતા ચોરી કરી ભાગી છુટયા હતા.
કતારગામ મહાવીર નગર સ્થિત મારૂતિ ફલેટમાં રહેતા માયાબેન રાકેશભાઈ માણીયા ફીઝિયો થેરાપિસ્ટ છે. તારીખ ૬ઠ્ઠી માર્ચના રોજ સવારના સમયે પોતાના ક્લીનીક ઉપર ગયા હતા. તે દરમિયાન તસ્કરો તેમના મકાનમાં ત્રાટક્યા હતા. તસ્કરોઍ દરવાજાનો તાળું તોડી કબાટમાંથી મંગળસુત્ર, અમેરિકન ડાયમંડ, વિવિધ જ્વેલરી, ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા ૧.૧૦ લાખની મતા ચોરી કરી ભાગી ગયા હતા. આ બનાવ સંદર્ભે માયાબેન ઘરે આવતા ચોરી અંગે જાણ થઈ હતી. પોલીસે માયાબેનની ફરિયાદના આધારે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.