પરવટ પાટીયા, સીટી લાઈટ રોડ સહિત શહેરના રાજસ્થાની બહુમતીવાળા વિસ્તારમાં ફાગોત્સવના ૧૦૦થી વધુ કાર્યક્રમ
રાજસ્થાની પુરૂષ પગમાં ઘૂંઘરૂં, માથા પર, સાફો, ધોતી-કુર્તા, ડફલી, વાંસળી સાથે રાજસ્થાની ફાગણ ધમાલ નૃત્ય કરી હોળીના તહેવારની ઉજવણી કરે છે.
સુરતના પર્વત પાટિયા, મગોબ, સીટી લાઈટ સહિત શહેરના અનેક વિસ્તારમાં રાજસથાની સમાજની બહુમતી જોવા મળી રહી છે. હોળીની આસપાસ રાજસ્થાનના જુદા જુદા જિલ્લામાંથી આવેલા લોકો ભેગા મળીને ફાગોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરી રહ્ના છે અને ઍક મહિના પહેલાથી જુદા જુદા વિસ્તારમાં ઘેર નૃત્ય, ફાગણ નૃત્યની ધમાલ જોવા મળી રહી છે. રાજસ્થાની સમાજના અગ્રણી દિનેશ રાજપુરોહિત કહે છે, રાજસ્થાની સમાજમાં હોળી ઉત્સવનું અનેરૂ મહત્વ છે અને તેની ઉજવણી પણ ઍક મહિના પહેલાથી શરૂ થઈ જાય છે. રાજસ્થાની સમાજના લોકો દ્વારા હોળીના તહેવારની વર્ષો જૂની પરંપરા જાળવી રાખી છે. જેમાં રાજસ્થાની પુરૂષ પગમાં ઘૂંઘરૂં, માથા પર, સાફો, ધોતી-કુર્તા, ડફલી, વાંસળી સાથે રાજસ્થાની ફાગણ ધમાલ નૃત્ય કરી હોળીના તહેવારની ઉજવણી કરે છે. હોળી અને ધુળેટી ઍકબીજા પ્રત્યે કડવાશ દૂર કરી સંબંધમાં મીઠાશ ભરવાનો ઉત્સવ છે, સુરતમાં પણ રાજસ્થાનની જેમ પરંપરાગત રીતે રાજસ્થાની સમાજ દ્વારા દર વર્ષે વિશિષ્ટ રીતે હોળી અને ધૂળેટીના ઘણા દિવસેથી જ ઉત્સવનો આરંભ થઇ જાય છે, સુરતમાં પણ રાજસ્થાનની જેમ ફાગણના પ્રારંભથી જ નૃત્ય અને ગીતોનો માહોલ શરૂ થઈ જાય છે. મહિના પહેલા હોળીના સ્થળે દાંડો રોપી ત્યાં જ હોળી તૈયાર કરાય છે. ત્યારબાદ ધૂળેટીના દિવસે ઍકબીજાના ઘરે જઈ ગુલાલ, અબીલ અને કલરથી રંગે છે.