૮મી માર્ચ મહિલા વિશ્વ દિન નિમિત્તે શહેરમાં મહિલાઓના સન્માન માટે અનેક કાર્યક્રમો યોજાઈ રહ્ના છે જેમાં ખટોદરા સુરત રક્તદાન કેન્દ્ર ખાતે મહિલા દિન નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ભાવનગરના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો. ભારતીબેન સિયાલ ઉપસ્થિત રહ્ના હતા. જેમાં થેલેસેમિયાના બાળકીઓ અને સમાજમાં વિશિષ્ટ કામ કરનારી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.