
સુરતના સાયન્સ સેન્ટરના ઍમફી થિયેટરમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી અંતર્ગત આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રા તાલ ગ્રુપ અને સીઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે નાયિકા નૃત્યનું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં તાલ ગ્રુપ દ્વારા હોળીની થીમ ઉપર લોકનૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આર્કિટેક અને ફાઉન્ડર ડિરેક્ટર અને કૃતિકા શાહ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા મેયર હેમાલીબેન બોઘાવાલા અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પરેશ પટેલ ઉપસ્થિત રહ્ના હતા.