લિંબાયત મારૂતિનગરમાં અગાઉ થયેલા ઝઘડાના અદાવતમાં સમાધાન માટે બોલાવી ઍક યુવક ઉપર જીવલેણ હુમલો કરી હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોધાઈ છે.
મહારાષ્ટ્ર ધુલિયા જીલ્લાના અમળનેરના વતની અને હાલ લિંબાયત મીઠી ખાડી રઝા ચોકમાં રહેતો સાકીર ઇકબાલ સૈયદ રીંગ રોડ માર્કેટમાં પાર્સલ ઉચકવાની કામગીરી કરે છે. થોડા દિવસ પહેલા લિંબાયત મીઠી ખાડી વિસ્તારના ટપોરી તોસિફ સાથે સાકીરભાઈના મિત્ર ફારૂકભાઈના પુત્ર ઝુબેરનો ઝઘડો થયો હતો. જે ઝઘડાના સમાધાન કરવા માટે લિંબાયત મારૂતિ નગર સોસાયટીમાં રહેતા તોસિફ પઠાણના ઘર પાસે સાકીર અને તેના મિત્રના પુત્ર ઝુબેર સાથે બોલાવ્યો હતો પરંતુ સમાધાન માટે ભેગા થયેલા તોસિફના મિત્રોઍ ઉલટાનું ઝઘડો કર્યો હતો અને ગાળો આપી તોસિફ પઠાણ ,સાદીક કાલિયા, જુનેદ અને મુસદ્દીકના ઓઍ સાકીર અને તેના મિત્રોનો પકડી ઢીકમુક્કીનો માર મારી ચાકુ વડે હુમલો કર્યો હતો. જેમાં સાકીરને શરીર ઉપર ત્રણથી ચાર ઘા વાગતા તે જમીન પર પડી ગયો હતો. આ જાઇને હુમલોખોરો ત્યાંથી ભાગી છુટયા હતા. આ બનાવની લિંબાયત પોલીસને જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સીવીલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ બનાવ સંદર્ભે લિંબાયત પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.