
ભેસ્તાન આવાસમાં ધુળેટીના દિવસે પતિઍ પત્ની ઉપર ચાકુ વડે હુમલો કરી ગંભીર ઇજા કરી ભાગી છુટ્યો પહોચ્યો હતો. ઇજાગ્રસ્ત મહિલાને સીવીલમાં દાખલ કરવામાં આવી છે.
ડિંડોલી ભેસ્તાન આવાસમાં રહેતા ઝુબેર શબ્બીર શેખ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમજ ઝુબેર શેખનીï બહેન હનીફાબી અને તેના બનેવી રફીક સરદાર ખાન ભેસ્તાન આવાસમાં રહે છે. તારીખ ૮મી માર્ચ ધુળેટીના દિવસે ઝુબેર શેખની નાની બહેન પોતાના ઘરમાં હાજર હતી તે વખતે તેનો બનેવી રફીક સરદાર ખાન અનાચક જ હાથમાં ચાકુ લઇને તેનીના મકાનમાં ઘુસી ગયો હતો. ત્યારબાદ પત્ની હનીફાબીને ગાળો આપી શરીર ઉપર ઉપરાછાપરી ચારથી પાંચ ઘા ઝીંકી ભાગી છુટયો હતો. લોહીલુહાણ હાલતમાં હનીફાબીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ બનાવ સંદર્ભે ડિંડોલી પોલીસને જાણ થતાં પોલીસ દોડી આવતા પોલીસે ઝુબેશ શેખની ફરિયાદના આધારે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.