પાંડેસરા બમરોલી રોડ ખાતે આવેલી મુક્તિ નગરમાં ધુળેટીના દિવસે અસામાજિક તત્વો દ્વારાï આતંક મચાવવામાં આવ્યો હતો. દારૂના નશામાં છાકટા બનેલા અસામાજિક તત્વોને રહીશો દ્વારા રોકવાનો પ્રયાસ કરતા તેઓના ઉપર હુમલો કરવામા આવ્યો હતો. જેમાં ત્રણ યુવાનોને માથામાં ઇજા પહોચતા સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પાંડેસરા બમરોલી રોડ ખાતે આવેલી મુક્તિ નગરમાં રહેતા રહીશો ધુળેટીની રંગેચંગે ઉજવણી કરી રહ્ના હતા. તે દરમિયાન દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા અને ચોરી લૂંટફાટ કરતા કેટલાક અસામાજિક તત્વો રંગમાં ભંગ નાખવા માટે આવી પહોચ્યા હતા. મુક્તિનગરના યુવાનો સાથે માથાકૂટ કરતા તમામ રહીશો ઘરની બહાર દોડી આવ્યા હતા. પરંતુ હાથમાં ઘાતક હથિયારો સાથે આવેલા અસામાજિક તત્વોઍ ઍક આધેડ ઉપર હુમલો કરતા અન્ય યુવાનો દોડી આવ્યા હતા. પરંતુ અસામાજિક તત્ત્વોઍ તેમના ઉપર હુમલો કરી માર માર્યો હતો. આ જાઇને રહીશોમાં ડરનો માહોલ જાવા મળ્યો હતો. અસામાજિક તત્વોઍ ત્રણ જણાને માથામાં ફટકા મારી ત્યાંથી ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત ત્રણેય જણાને સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.