ઉધના હરિઇચ્છા ઇન્ડસ્ટ્રીયલમાં આવેલા ઍક ખાતામાંથી નોકરી કરતા બે નોકરોઍ રૂપિયા ૬૦ હજારની ઍલ્યુમિનિયમની પ્લેટ ચોરી કરી ભાગી છુટયા હતા.
સચીન પલસાણા રોડ રાજ અભિષેખ સેટ્ટી હોમ્સમાં રહેતા રાહુલભાઈ જ્ઞાનસિંગભાઈ સચદેવ ઉધના પૂજા સીનેમાની બાજુમાં, હરિઇચ્છા ઇન્ડસ્ટ્રીયલ ખાતે પડદા ઉપર ડિઝાઇન બનાવવાનું કારખાનું ધરાવે છે. જેમાં પાંડેસરા શાંતાનગરમાં રહેતો સોનુ જમના બિંદે ઓપરેટર તરીકે અને ઉધના કલ્યાણ કુટીરમાં રહેતો રાકેશ યુવરાજ પાટીલ હેલ્પર તરીકે નોકરી કરતા હતા. તા. ૭મી માર્ચના રોજ બપોરના સમયે બંને કર્મચારીઓ ખાતામાં કામ કરી રહ્ના હતા તે વખતે માલિક રાહુલભાઈની ગેરહાજરીનો લાભ લઇ ખાતામાંથી પંચીંગ મશીનની રૂપિયા ૬૦ હજારની ઍલ્યુમિનિયમની ચાર નંગ ડાય ચોરી કરી ભાગી ગયા હતા. આ અંગે રાહુલભાઈને જાણ થતાં ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.