
અડાજણ પરશુરામ ગાર્ડનમાં બ્રહ્મસમાજ દક્ષિણ ગુજરાત અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા તિલક હોળી અને ધુળેટીનું આયોજન કર્યું હતું. જેમાં હાસ્યલેખક નટવર પંડ્યાઍ હાસ્યના રંગોથી સૌને રંગીને આનંદ કરાવ્યો હતો. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય મહિલા દિનની પણ ઉજવણી કરી મહિલાઓનું સન્માન કરાયું હતું. આમ બ્રહ્મસમાજ દ્વારા ખૂબ જ ધાર્મિક પરંપરા અંતર્ગત હોળી ધુળેટીની ઉજવણી કરી સૌ કોઇને અનોખો મેસેજ આપ્યો હતો.