
સુરત શહેરમાં મેટ્રોની કામગીરી દરમિયાન ચોક બજારના ૨૦૦ વર્ષ જુના ચર્ચના પ્રાર્થના હોલનું ગુરુવારે જીઍમઆરસી દ્વારા ડિમોલીશન કરાયું છે. શહેરના ૨૦૦ વર્ષ ર્ચચનું ડિમોલીશન થતાં લોકોમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બની રહ્ના છે. પરંતુ મેટ્રો દ્વારા ચર્ચના ટ્રસ્ટીઓને વળતર ચુકવીને તેમની સહમતિથી ડિમોલીશન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
સુરત શહેરમાં હાલ મેટ્રોની કામગીરીને કારણે અનેક વિવાદો ઉભા થઈ રહ્ના છે. શહેરમાં મેટ્રોની કામગીરીથી અનેક રસ્તા ખોદી દેવાતા રસ્તાઓ બંધ થવા ઉપરાંત સાંકડા થઇ જતાં ટ્રાફિકની ભારે સમસ્યા થઈ રહી છે. આ ઉપરાંત કોટ વિસ્તારમાં ઘણી મિલકત મેટ્રોના રૂટમાં આવતી હોય જીઍમઆરસી દ્વારા આ મિલકતોનું ડિમોલિશન કે અન્ય ઘણા પ્રકલ્પનું સ્થળાંતર કરવામાં આવી રહ્નાં છે તેના કારણે પણ વિવાદ ઉભો થઈ રહ્ના છે. સુરત શહેર માટે મેટ્રોનો પ્રોજેક્ટ ઘણો જ મહત્વકાંક્ષી છે અને તેની કામગીરી પણ હાલમાં પુરજોશમાં ચાલી રહી છે આગામી વર્ષ સુધીમાં ઍક ફેઝ શરૂ થાય તે માટે કવાયત થઈ રહી છે. સુરત શહેરમાં બે ફેસમાં મેટ્રો રેલ દોડશે જેમાં ફેસ વન નો રૂટ ડ્રીમ સિટી થી સરથાણાનો છે જ્યારે ફેસ ટુનો રૂટ સારોલીથી ભેસાણ સુધીનો છે. શહેરના કોટ વિસ્તારની ટ્રાફિકની ભારે સમસ્યા નિવારવા માટે ભવિષ્યમાં મેટ્રો લાભદાયી બની શકે છે. સુરત શહેરના ગીચ વિસ્તાર ઍવા સુરત રેલવે સ્ટેશનથી ચોક બજારમાં બી મેટ્રો માટે આયોજન કરવામાં આવ્યું છે. કોટ વિસ્તારમાં મેટ્રોની કામગીરી માટે જગ્યાઓની અછત હોવાથી અનેક મિલકતનું ડિમોલીશન કે સ્થળાંતર કરવામાં આવી રહ્નાં છે. ભુતકાળમાં ટાવર રોડ પર મોચીની ચાલનું ડિમોલીશન કરવામાં આવ્યું હતું ત્યારે પણ મોટો વિવાદ થયો હતો. જોકે, હાલમાં ચોક બજારમાં આવેલી ૨૦૦ વર્ષ જુની ચર્ચનું મેટ્રો માટે ડિમોલીશન શરૂ કરવામાં આવતાં તે ચર્ચાનો વિષય બની રહ્ના છે. મેટ્રોના અધિકારીઓ પાસે મળતી માહિતી અનુસાર ચર્ચના ટ્રસ્ટી સાથે વાટાઘાટ કરીને સમજોતો કરવામા આવ્યો છે અને ચર્ચના ડિમોલીશન માટે વળતર પણ ચૂકવી દેવામાં આવ્યું છે ત્યાર બાદ ડિમોલીશન કરવામાં આવ્યું છે.