
પાલિકામાં ૫૦ રૂપિયાના ખર્ચે ૪૮ જેસીબી મશીન ખરીદવાના પ્રકરણમાં વર્કશોપના કાર્યપાલક ઇજનેર રોહિત પટેલ પાસેથી પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે આર.ઍ.સીનો હવાલો લઈ લીઘો છે. રોહિત પટેલનો ચાર્જ આસી.ઈજનેર રૂશિન શાહને આપવામાં આવ્યો છે.
જેસીબી ખરીદી ઉપરાંત અન્ય વિવાદમાં આવેલા રોહિત પટેલ પાસેથી કમિશનરે આર.ઍ.સી વિભાગનો ચાર્જ લઈ લીધો છે. તેમનો ચાર્જ આસી.ઈજનેર રૂશિન શાહને આપવામાં આવ્યો છે. જ્યારે રોહીત પટેલ પાસે વર્કશોપ અને સ્ટ્રીટ લાઇટ વિભાગના કાર્યાપાલક ઇજનેર તરીકેને હવાલો યથાવત રાખવામાં આવ્યો છે. ૫૦ કરોડના ખર્ચે ૪૮ જેસીબી મશીન ખરીદવા માટેની પ્રક્રિયામાં ગોબાચારી કરવામાં આવી હોવાને કારણે શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી. ૪૮ મશીન ખરીદવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને સરકારના જેમ પોર્ટલ પર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવ્યા બાદ અગમ્ય કારણોસર બે કંપની દ્વારા કરવામાં આવેલાં સૂચનો દફ્તરે કરવા માટે પાલિકા કમિશનર સમક્ષ ફાઈલ રજૂ કરવામાં આવી હતી. પહેલા જ તબક્કે કંઈક રંધાયું હોવાની આશંકા જતાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા વિજિલન્સની તપાસ સોંપવામાં આવી હતી, જેમાં ગોબાચારી બહાર આવતા રોહિત પટેલ પાસેથી આ હવાલો આચકી લેવાયો છે. પરંતુ તેમની પાસે વર્કશોપ અને સ્ટ્રીટ લાઇટ વિભાગના કાર્યાપાલક ઇજનેર તરીકેને હવાલો યથાવત રાખવામાં આવ્યો છે.