સુરત શહેરમાં ધુળેટીની ઉજવણી બાદ કોરોનાના દર્દીની ફરી શરૂઆત થઈ ગઈ છે. હાલમાં કોરોનાના દર્દી હાલ સિંગલ ડિજિટમાં છે પરંતુ નજીકના ભવિષ્યમાં ડબલ ડીજીટમાં આંકડો પહોંચે તેવી ભિતી છે. જેના કારણે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ફ્લૂના લક્ષણ હોય તેવા દર્દીઓને કોરોનાનો ટેસ્ટિંગ કરાવવા માટે અપીલ કરી છે. આ ઉપરાંત આવા લક્ષણો ધરાવતા દર્દીઓની માહિતી પાલિકાને ત્વરિત મળે તે માટે તબીબોને તાકીદ કરી છે.
સુરત શહેરમાં ધુળેટીની ઉજવણી કોરોનાના દર્દીઓ આવવાનું શરૂ થઈ ગયું છે. છેલ્લા બે દિવસમાં ત્રણ દર્દીઓમાંથી ઍકનું મોત થયું છે જેના કારણે પાલિકા તંત્ર ઍલર્ટ થઈ ગયું છે.સુરત મહાનગરપાલિકા સુરતીઓને અપીલ કરતાં જણાવ્યું છે કે, જે દર્દીઓને ફ્લૂના લક્ષણ હોય તેવા દર્દીઓઍ કોરોનાનો ટેસ્ટ કરાવી લેવો જોઈઍ. આ ઉપરાંત સુરતના તમામ તબીબ અને હોસ્પિટલ સાથે ક્લિનિકને પણ પાલિકા તંત્રઍ સૂચના આપી છે કે આવા દર્દીઓ સારવાર માટે આવે તો તેની માહિતી સુરત મહાનગરપાલિકાને ત્વરિત મળવી જોઈઍ તેમ જણાવ્યું છે.