સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા લાલ દરવાજા ઝુંપડપટ્ટી સ્થળાંતર બાદ ૧૪૭ લાભાર્થીઓને આવાસ ફાળવવામાં આવ્યા હતા પરંતુ તેમને આવાસનો કબજો આપવામાં આવ્યો ન હતો. આ ૧૪૭ લાભાર્થીઓને ખાસ કેસમાં આવાસ ફાળવવા માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજુ કરવામા આવી છે તેના પર આજે નિર્ણય કરાશે.
સુરત મહાનગરપાલિકાઍ લાલ દરવાજા વિસ્તારમાં આવેલી પટેલ નગર ઝૂંપડપટ્ટીનું ડિમોલીશન કર્યું હતું. ટી.પી. સ્કીમ નં. ૧ (લાલદરવાજા), ઍ.પી.ન.૩૪ ખાતે પટેલવાડી ઝૂંપડપટ્ટી ૨૦૧૮માં કરાયેલા સર્વે મુજબ ૭૪૯ અસરગ્રસ્તોને ભેસ્તાન ખાતે ટી.પી સ્કીમ નંબર-૨૨માં ફાઈનલ પ્લોટ નંબર ૨૩માં બનાવેલા આવાસની ફાળવણી કરવામાં આવી હતી. જો કે, આ ફાળવણી સાથે જ આવાસ જર્જરિત હોવાથી ૧૪૭ લાભાર્થીઓને આવાસની ફાળવણી કરી હોવા છતાં કબજો આપવામાં આવ્યો ન હતો. આ ૧૪૭ લાભાર્થીઓને હાલમાં અડાજણ વિસ્તારમાં બનેલા સુમન આદર્શમાં આવાસ ફાળવવા માટે દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મુકવામાં આવી છે તેના પર સ્થાયી સમિતિ નિર્ણય કરશે.