
ભારતીય આર્મીની આર્ટીલરી તથા તોપની ગુપ્ત માહિતી પાકિસ્તાની જાસુસી ઍજન્સી આઈ.ઍસ.આઈ.ના ઍજન્ટને રૂપિયાના બદલામાં પૂરી પાડનાર આરોપી દીપક સાળુંકે સામે પોલીસે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી છે. કુલ ૨૧૦૦ પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજુ કરવામાં આવી છે. ચાર્જશીટમાં પાકિસ્તાની ઍજન્ટ સાથે થયેલી વોટ્સઍપ ચેટ અને ફેસબુક આઈડીના પાકિસ્તાનના આઈ.પી.ઍડ્રેસ સહિતના પુરાવા મુકવામાં આવ્યા હતા. ઍટલું જ નહી ભારતીય આર્મીના જવાનોના ઍકાઉન્ટમાંથી પણ નાણા જમા થયાનો ઉલ્લેખ ચાર્જશીટમાં કરવામાં આવ્યો હતો.
સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ગત ૧૩ મી ડીસેમ્બરના રોજ ડીંડોલીના યોગેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતો દીપક સાળુંકે નામના ઇસમની પાકિસ્તાની જાસુસી સંસ્થા આઈ.ઍસ.આઈ. માટે જાસુસી કરતો હોવાનો ઘટસ્ફોટ સાથે ધરપકડ કરવામાં આવી હતી. ઝડપાયેલો દીપક સાળુંકે પાકિસ્તાનના આઈ.ઍસ.આઈ. ઍજન્ટના સંપર્કમાં આવ્યો હતો અને ભારતીય આર્મીની ગુપ્ત માહિતી આપવાના બદલામાં ૭૫ હજારથી વધુ રૂપિયા મેળવ્યા હતા.આ ચકચારી પ્રકરણમાં આરોપી દિપક શાળું કે હાલ લાજપોર સેન્ટ્રલ જેલમાં છે ત્યારે પોલીસે હવે આરોપી સામે કેસને લાગતી કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી છે.પાકિસ્તાન સ્થિત હમીદ નામનો આઇઍસઆઇ ઍજન્ટ દીપક સાળુંકે સાથે પહેલાં ફેસબુકના માધ્યમથી પૂનમ શર્માના નામે કોન્ટેક્ટમાં આવ્યો હતો. બાદમાં પોતે આઇઍસઆઇ ઍજન્ટ હોવાની ઓળખ જાહેર કરી ભારતીય આર્મીની ગુપ્ત માહિતી સામે નાણાકીય લાભની ઓફર કરતાં દીપક તૈયાર થઇ ગયો હતો. આમ પાકિસ્તાની ઍજન્ટ સાથે જોડતી બધી જ કડીઓ સાથેના પુરાવા ભેગા કરીને ઍસઓજી દ્વારા કોર્ટમાં ૨૧૦૦ પાનાની ચાર્જશીટ ફાઈલ કરી હતી.ચાર્જશીટમાં સૌથી મહત્ત્વની વાત ઍ બહાર આવી હતી કે બે આર્મી જવાનોઍ પણ હમીદના કહેવાથી દીપક સાળુંકેના ઍકાઉન્ટમાં નાણાં જમા કરાવ્યા હતા. પંજાબ અને હિમાચલ પ્રદેશના આ બંને જવાનોના નામો બહાર આવતાં પોલીસે તેમને જવાબ લખાવવા માટે તેડું મોકલ્યું હતું. જોકે તેઓ હાજર થયા ન હતા. બીજી તરફ આર્મીઍ પણ તેમની તપાસ હાથ ધરી હતી. દીપકના પાકિસ્તાન સાથેના સંપર્કો હોવાનું સાબિત કરવા પોલીસે હમીદ જે નંબરથી વાત કરતો હતો તે વોટ્સઍપ નંબર અને પુનમ શર્મા નામના ફેક નામથી ઓપરેટ થતું ફેસબુક ઍકાઉન્ટનો આઇ.પી, ઍડ્રેસ પાકિસ્તાનનો હોવાનો પુરાવો મુક્યો હતો. આ તમામ પુરાવાને ધ્યાને રાખીને શહેર પોલીસે બે આર્મી જવાનોને જવાબ લખવા માટે બોલાવ્યા છે. તેઓના નિવેદન બાદ વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા શહેર પોલીસ સેવી રહી છે.