વેસુ વીઆઈપી રોડ પર સનરાઇઝ ઇવેન્ટ પાર્ટનરશીપ કંપનીમાંં કામ કરતા ઍક મુસ્લિમ યુવકે સાથી કર્મચારીને પોતાના પ્રેમજાળમાં ફસાવી અવારનવાર બળાત્કાર ગુજારી તરછોડી દીધાની ફરિયાદ પોલીસ મથકમાં નોધાઈ છે.
વેસુ ગામ રાજપૂત ફળિયામાં રહેતો વાસુ ગ્વાલડિયા ઉર્ફે વસીમ અકરમ વાહીદ વેસુ વીઆઈ રોડ ઉપર સનરાઇઝ ઇવેન્ટ પાર્ટનરશીપ કંપનીમાં કામ કરતો હતો. આ કંપનીમાં ઍક યુવતી પણ કામ કરતી હતી. વસીમ પોતાની મુસ્લીમ હોવાની વાત છુપાવી વાસુ નામ ધારણ કરી યુવતી સાથે મિત્રતા કેળવી હતી. ત્યારબાદ અવારનવાર ઍકબીજા સાથે મોબાઇલ પર વાતચીત કરતા હતા. તે દરમિયાન યુવતીઍ વાસુ પર વિશ્વાસ કેળવી તેની સાથે ફરવા પણ જતી હતી. વસીમ અવારનવાર ફરવા જવાના બહાને અલગ અલગ હોટલો તથા પોતાના મકાનમાં લઇ જઈ શારીરિક સંબંધ બાંધી પોતાની હવસ સંતોષતો હતો. જોકે, યુવતીને વાસુ મુસ્લીમ હોવાનું સામે આવતા વસીમ આ અંગે કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોતાની સાથે વસીમે વિશ્વાસઘાત કરી બળાત્કાર ગુજાર્યાની ભાન થતાં તેણીઍ વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.