સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ દ્વારા પડતર પ્રશ્નોને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પડતર પ્રશ્નોને લઈને અગાઉ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ નિરાકરણ નહી આવતા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો
સુરતમાં મનપા કચેરી ખાતે સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ દ્વારા પડતર પ્રશ્નોને લઈને અગાઉ અનેક રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેઓની માંગણીઓ પૂર્ણ ન થતા આજે વિરોધ નોધાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. વિવિધ માંગણીઓ લઈને અગાઉ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ માંગ પૂર્ણ થઇ નથી જેને લઈને કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્ના છે હાથ પર કાળી પટ્ટી બાંધીને કર્મચારીઓઍ વિરોધ નોંધાવ્યો હતો ઍટલું જ નહી માંગ પૂર્ણ નહિ થાય તો આગામી દિવસોમાં આંદોલન વધુ જલદ બનાવવાની ચીમકી આપવામાં આવી હતી