
સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ઉન ચાર રસ્તા પાસેથી મોબાઇલ સ્નેચીંગ કરતા બે રીઢા ચોરોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ચોરીના બે મોબાઇલ અને ગુનામાં ઉપયોગમાં લીધેલી બાઇક કબજે કરી છે. ડીસીબીઍ સચીન જીઆઈડીસી અને પાંડેસરા પોલીસનો ગુનો ઉકેલી કાઢ્યો છે.
સુરત શહેરમાં મોબાઇલ સ્નેચીંગનો આતંક દિન પ્રતિદિન વધી રહ્ના છે. રોજના ૭થી ૮ લોકો મોબાઇલ સ્નેચીંગના ભોગ બની રહ્ના છે. તેવા સમયે મોબાઇલ સ્નેચરોને પકડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેરના અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન ડીસીબીને બાતમી મળી હતી કે ઉન ચાર રસ્તા સના બીલ મસ્જિદની પાસે બે રીઢા મોબાઇલ સ્નેચરો જીજી-૫-કેક્યુ-૬૦૦૯ નંબરની બાઇક સાથે ફરી રહ્ના છે ઍ હકીકતના આધારે વોચ ગોઠવી ઉન પાટીયા તીરૂપતિ નગરમાં રહેતો અફઝલ ઉર્ફે કેટલી હનીફ ખીરા અને ઉન પાટીયા ભીંડી બજાર સ્થિત નસીમા નગરમાં રહેતો રાકીમ મોહમ્મદ રફીક શાહ નામના બે ચોરોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી બે મોબાઇલ ને બાઇક મળી કુલ રૂપિયા ૫૩ હજારની મતા કબજે કરી હતી. પોલીસે પુછપરછ કરતાં સચીન જીઆઈડીસી વિસ્તારમાં ઍક રાહદારીના હાથમાંથી મોબાઇલ લૂંટ કરી હતી. જ્યારે પાંડેસરા તેરાનામ ચોકડી પાસેથી મોર્નીંગ વોક પર નીકળેલો વ્યક્તિ ઍક્સરસાઇઝ કરતો હતો તે વખતે નજર ચુકવી મોબાઇલ ફોનની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આમ ડીસીબીઍ સચીન જીઆઈડીસી અને પાંડેસરા પોલીસના ગુના ઉકેલી કાઢ્યા છે. આ બંને આરોપીઓ ચોરી ગુનામાં પકડાઈ ચુક્યા છે. હાલ ડીસીબી આગળની તપાસ સચીન જીઆઈડીસી પોલીસને સોપી છે.