કાપોદ્રા વિસ્તારમાંથી ખૂબ જ હચમચાવી ઘટના સામે આવી હતી.ત્રણ દિવસ પહેલા સોસાયટીમાં ફૂલ ઝડપે સાયકલ ચલાવતો ૧૧ વર્ષીય બાળક ગંભીર અકસ્માતનો ભોગ બન્યો હતો. સાયકલ લઈને દોડી રહેલ બાળકની સાયકલનું વ્હીલ અચાનક તૂટી ગયું હતું અને બાળક ઉંધા માટે પટકાયો હતો. જેને લઇ બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાળક બેભાન થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. સદનસીબે ઘટનામાં બાળકનો જીવ બચી ગયો છે.
કાપોદ્રા કિરણ પાર્ક સોસાયટીમાં રહેતા અને રત્નકલાકાર તરીકે કામ કરતા ભાવેશભાઈ હરસોરાનો ૧૧ વર્ષીય પુત્ર વૈભવ કે જે ધોરણ ૫ માં અભ્યાસ કરે છે. તે પોતાના ઘર પાસે સોસાયટીમાં જ સાયકલ ચલાવી રહ્ના હતો. આ દરમ્યાન સોસાયટીમાં રહે બમ્પર પરથી સાયકલ કૂદવા જતા ગંભીર અકસ્માતનો ભોગ બન્યો હતો. બાળકની સાઇકલનું આગળનું વિલ નીકળી જતા ઉંધા માથે પટકાયો હતો. વૈભવને માથામાં ઇજા પહોચતાં બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ આસપાસ થી સોસાયટીના લોકો દોડી આવ્યા હતા. જેને લઇ તાત્કાલિક બાળકને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. વૈભવ સાયકલ પરથી પટકાવાની આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી.