શિક્ષણ માટે કોઈ સ્થાન કે ઉંમર નડતરરૂપ હોતા નથી. કોઈ પણ વય સુધી અને કોઈ પણ સ્થાનેથી શિક્ષણ લેવું સરળ બની રહ્નાં છે. ફક્ત ઈચ્છા શક્તિ જે કોઈ વ્યક્તિ પાસે હોય તે શિક્ષણ લેવામાં ક્યારે પાછો પડતો નથી. ત્યારે સુરતની લાજપોર જેલમાં પણ મક્કમ મને કેદીઓ આગળ વધવા માટે પ્રયાસ કરી રહ્ના છે.લાજપોર જેલના કેદીઓ છેલ્લા આઠ મહિનાથી બોર્ડની પરીક્ષા માટેની તૈયારી કરી રહ્ના છે. ૨૭ કેદીઓ પૈકી કેટલાક વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષા માટે સતત મહેનત કરી રહ્ના છે.તેમનું લક્ષ છે કે, જેલમાં રહીને પણ સમાજમાં ઍક સારા નાગરિક બનવા માટે શિક્ષણ જરૂરી છે. બોર્ડની પરીક્ષા પાસ કરીને તેઓ ફરીથી સમાજમાં ઇજ્જત સાથે જીવન વિતાવવા માટે તત્પર બન્યા છે.
સુરત સહિત રાજ્યમાં તારીખ ૧૪મી માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનું પ્રારંભ થઈ રહ્નાં છે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સુરત લાજપોર જેલમાં સજા કાપી રહેલા કેટલાક કેદીઓ પણ બોર્ડની પરીક્ષા આપવાની તૈયારીઓ કરી રહ્ના છે. જેલમાં બંધ ૨૭ જેટલા કેદીઓ છેલ્લા કેટલાક મહિનાઓથી રાત દિવસ ઉજાગરા કરીને બોર્ડની પરીક્ષાની તૈયારીઓ કરી રહ્ના છે. આ તમામ કેદીઓ શિક્ષણ થકી સમાજમાં પોતાનું જીવન વીતાવવા તત્પર છે. શિક્ષણ થકી પોતે ગુનાખોરીથી દૂર રહે તેવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્ના છે. આ અંગે લાજપોર જેલમાં બંધ ઍક કેદી પ્રશાંતકુમાર નાયકે જણાવ્યું કે, ધોરણ ૧૨ ની પરીક્ષાની તૈયારી કરી રહ્ના છું. જેલમાં આવ્યા બાદ મેં કરેલા કૃત્ય કારણે મને પોતાને અફસોસ થાય છે. પરંતુ સ્થિતિને સંજોગ ઍવા હતા કે, અમે ગુનો કરી લીધો અને તેમાં પણ ઓછું શિક્ષણ અને જ્ઞાનના ભાવને કારણે મેં આ ગુનાહિત કાર્ય કર્યું હતું. પરંતુ ફરીથી ધોરણ ૧૨ ની પરીક્ષા આપીને સમાજના સારા નાગરિક તરીકે લોકો સમક્ષ જવા માગું છું.ને હું બધાને વિનંતી કરું છું કે, દરેક વ્યક્તિઍ જ્ઞાન લેવું જોઈઍ કારણ કે જ્ઞાનના અભાવમાં જ ગુનાહિત કૃત્ય થાય છે. લાજપોર જેલના સિનિયર જેલર ઍન.ઍમ.રાઠવા જણાવ્યું કે, કેદીના શિક્ષણ અને તાલીમ આપવાના ભાગરૂપે અમે કેદીઓ માટે અલગ અલગ વ્યવસ્થા કરીઍ છીઍ. હાલ ૨૭ જેટલા કેદીઓ બોર્ડની પરીક્ષા માટેની તૈયારી કરી રહ્ના છે. જેલથી છૂટ્યા બાદ તેઓ સારી જગ્યા ઉપર કામ મેળવી શકે સારું શિક્ષણ મેળવ્યું હોય તો સમાજમાં પણ તેઓ પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે પોતાનું જીવન ગુજારી શકે તેવા હેતુથી અમે ખાસ વ્યવસ્થા કરીઍ છીઍ. અલગ અલગ પ્રકારની તાલીમ પણ આપી છે. જેથી કરીને જેલમાંથી છૂટ્યા બાદ તેઓ પોતાનું જીવન નિર્વાહ કરી શકે.