ફાઇનલી, જે ઘડીનો ભારતભરના સિનેપ્રેમીઓને ઇંતેજાર હતો તે સાકાર થઈ છે. ૯૫મા ઓસ્કર અવૉર્ડ્સમાં આ વખતે ભારત છવાયેલું રહ્નાં. ઍસ. ઍસ. રાજામૌલિના મેગ્નમ ઑપસ ક્રિઍશન ઍવી આરઆરઆર ફિલ્મના “નાટુ નાટુ” સોંગને આ વર્ષના ઓસ્કર અવોર્ડ્સમાં “બેસ્ટ ઓરિજિનલ સોંગ”નો ખિતાબ મળ્યો છે.
આ સેરેમનીમાં જ્યારે નાટુ નાટુની વિનિંગ અનાઉન્સમેન્ટ થઈ ત્યારે દીપિકા પાદુકોણ ભાવુક થઈ ગઈ હતી. તેની આંખોમાંથી પાણી આવી ગયું હતું. ફિલ્મના ડિરેક્ટર ઍસ.ઍસ. રાજમૌલિ ડોલ્બી થિયેટરમાં સૌથી પાછળ બેઠા હતા. આ ઉપરાંત ધ ઍલિફન્ટ વ્હિસ્પરર્સને બેસ્ટ ડોક્યુમેન્ટરીનો ઓસ્કર અવૉર્ડ મળ્યો છે. જોકે, ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ ઓલ ધેટ બ્રીથ્સ રેસમાંથી બહાર થઈ હતી. ઓસ્કરમાં ભારતને ત્રણમાં નોમિનેશન મળ્યું હતું અને તેમાંથી બે કેટેગરીમાં ભારત વિજેતા રહ્નાં છે. અગાઉ અમેરિકાના ‘ગોલ્ડન ગ્લોબ અવોર્ડ્સ’માં આરઆરઆરને બેસ્ટ સોંગનો ખિતાબ મળ્યો હતો. આ રીતે આ વર્ષે ભારતની બે ફિલ્મોઍ ઓસ્કર જીત્યા છે.