
સુરત શહેર તેમજ જિલ્લામાં ગઇકાલે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વીજળીના ચમકારા સાથે વરસાદ વરસ્યો હતો. આ દરમ્યાન કામરેજના દિગસ ગામે નારિયેરીના ઝાડ પર વીજળી પડતા ઝાડ વરસતા વરસાદમાં સળગી ઉઠ્યું હતું. આ ઘટનાને લઇ સ્થાનિક લોકોમાં ભારે ડરનો માહોલ જાવા મળ્યો હતો. જેને લઇ ઝાડ પર વીજળી પડીને સળગવાની ઘટના મોબાઈલના કેમેરામાં કેદ થઇ હતી અને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્ના છે.
હવામાન વિભાગની આગાહી બાદ સોમવારે સાંજના સમયે સુરત શહેર તેમજ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેર તેમજ જિલ્લામાં ગાજવીજ તેમજ વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. દરમ્યાન કામરેજના દીગસ ગામ ખાતે દિગેશ્વરી મંદિરની બાજુમાં આવેલા નારિયેરના ઝાડ પર અચાનક વીજળી પડતા ઝાડ ઍકાઍક સળગી ઊઠ્યું હતું. મોટી વાત તો ઍ છે કે વીજળીના ચમકારા સાથે ઝરમર વરસાદ પણ વરસી રહ્ના હતો. આ વરસાદ વચ્ચે નારીયેરીનું ઝાડ સળગતું રહ્નાં હતું.વીજળીને લઈ નાળિયેરીનું ઝાડ સળગી ઊઠતા સ્થાનિ લોકોમાં ભારે ડરનો માહોલ જાવા મળ્યો હતો. ત્યારે ઘટનાને લઇ સ્થાનિક લોકો ઍકઠા થઈ ગયા હતા.ત્યારે ઝાડ સળગવાના આ દ્રશ્ય મોબાઇલના કેમેરામાં કંડારી લીધા હતા. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્ના છે.સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં પણ બમણો વધારો થયો છે. કમોસમી વરસાદના કારણે કેરી સહિકના પાકને નુકશાન જવાની ભીતિ પણ સેવાઇ રહી છે.