સુરતમાં ગઈકાલે કડાકા ભડાકા સાથે વરસાદ આવતા ચોમાસા જેવી સ્થિતિ સર્જાઇ હતી. શહેર અને જિલ્લામાં મોડી રાતે વરસાદ ખાબક્યો હતો. જેની જનજીવન ઉપર પણ અસર દેખાય હતી. સુરતના કતારગામ જીઆઈડીસીમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી સહન કરવાનો વખત આવ્યો હતો.
સુરતમાં ગઈકાલે વાતાવરણમાં જે પ્રકારનો પલટો આવ્યો હતો તેના કારણે બપોર બાદ વરસાદી માહોલ સર્જાયો હતો. મોડી સાંજે વીજળીના ચમકારા સાથે ગાજવીજ સાથે વરસાદ પડયો હતો.ખાસ કરીને કતારગામ વિસ્તારમાં પણ થોડા સમય માટે ધોધમાર વરસાદ પડતા જીઆઇડીસી વિસ્તારમાં પાણી ભરાયા હતા. ચોમાસાની માફક જ રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોïને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી હતી.કતારગામ જીઆઇડીસીની અંદર છેલ્લા થોડા સમયથી પ્રાથમિક સુવિધાને લઈને કામો કરવામાં આવ્યા હતા. જેમાં વિશેષ કરીને રોડ રસ્તા યોગ્ય રીતે થાય તેના માટે સુરત કોર્પોરેશન અને રાજ્ય સરકારે સંયુક્ત રીતે કામગીરી શરૂ કરી હતી. પરંતુ કમોસમી થયેલા વરસાદને કારણે ચોમાસા જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. ચોમાસાના પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. રસ્તાઓ નદીમાં ફેરવાયા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી હતી.ગઈકાલે થયેલા વરસાદને કારણે આજે સવારે પોતાના ફેક્ટરી અને કારખાનામાં જવા માટે વાહન ચાલકોને ભારે હાલાકી થઈ હતી. રસ્તા ઉપર ઍક ફુટ કરતા વધુ પાણી ભરાયા હોવાનું સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું. કરોડો રૂપિયાના ખર્ચ કરીને કતારગામ જીઆઇડીસીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભો કરવા માટે પોતાની વાહ વાહ કરનાર સુરત કોર્પોરેશન અને રાજ્ય સરકારમાં પાણીનો નિકાલ ન થાય તેવી સ્થિતી ઉભી થતા કામગીરી ઉપર અનેક પ્રશ્નનો ઊભા થઈ રહ્ના છે.