સુરતમાં ટ્રાફિક પોલીસની ઉમદા અને સરાહનીય કામગીરી સામે આવી છે. ઍક વિધાર્થીને પરીક્ષા આપવા જવા માટે મોડું થઇ ગયું હતું. રિક્ષા કરીને જવા માટે પૈસા પણ ન હતા. ત્યારે વિદ્યાર્થી નિરાશ મને ચાલતો ચાલતો જઈ રહ્ના હતો. તે દરમિયાન ટ્રાફિક પોલીસના કર્મચારીઍ તેની વ્યથા જાણી તાત્કાલિક પોતાની બાઈક પર બેસાડી સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યો હતો.
આજથી ધો ૧૦ની બોર્ડની પરીક્ષાઓ શરુ થઇ ગઈ છે. દરમિયાન પહેલા જ દિવસે સુરત ટ્રાફિક પોલીસની ઍક ઉમદા કામગીરી સામે આવી છે. ટ્રાફિક પોલીસ દ્વારા બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના હિત માટે નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. જેમાં ટ્રાફિકમાં વિદ્યાર્થીઓ ફસાઈ તો તેઓને પરીક્ષા સેન્ટર પર સમયસર પહોંચાડવાની જવાબદારી લઇ હેલ્પલાઇન નંબર પણ શરૂ કર્યો છે. જેને લઇ વિદ્યાર્થીઓ પરીક્ષા સમયસર આપી શકે અને કોઈ અડચણ ન આવે તે માટે સુરતમાં ટ્રાફિક પોલીસે પુરતો બંદોબસ્ત ગોઠવ્યો છે. સરથાણા જકાતનાકા પાસે લોક રક્ષક ઈમ્તિયાઝ નુરાભાઈ ચોકિયા ફરજ બજાવી રહ્ના હતા. તે સમયે સવારે ઍક વિદ્યાર્થી સરથાણા જકાતનાકા પાસે નિરાશ મને ચાલતો દેખાયો હતો. જેથી ટ્રાફિક પોલીસના કર્મચારી ઈમ્તિયાઝે વિદ્યાર્થીને પૂછપરછ કરતા તેને પોતાનું નામ માનવ કિશોરભાઈ દવે જણાવ્યું હતું. સરથાણા જકાતનાકાથી નાના વરાછા સુધીના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા ધોરણ ૧૦નો વિદ્યાર્થી ખૂબ જ મૂંઝવણ અનુભવી રહ્ના હતો. આ મૂંઝવણ જોઈ પોલીસ કર્મીઍ વિદ્યાર્થીને પૂછ્યું ત્યારે તેને જણાવ્યું કે મારે પરીક્ષા દેવા જવાનું છે અને મોડું થઇ ગયું છે, મારી પાસે કોઈ વાહન કે રિક્ષા કરીને જવા માટે પૈસા પણ નથી. વિદ્યાર્થીની આ વાત સાંભળી પોલીસકર્મી તાત્કાલિક ભાવુક થઈ ગયા હતા. અને ઍક પણ મિનિટનો સમય બગાડ્યા વગર પોલીસકર્મીઍ તરત જ તેને પોતાની બાઈક પર બેસાડી સરથાણા જકાતનાકા પાસેથી નાના વરાછા ખાતે કૌશલ વિદ્યાલય ખાતેના તેના પરીક્ષા કેન્દ્ર સુધી પહોચાડ્યો હતો. જેને લઇ વિદ્યાર્થી સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી જતા પરીક્ષા આપી શક્યો હતો.પોલીસે કરેલી તૈયારી ખરેખર અર્થમાં સાર્થક થઈ હોવાનો ટ્રાફિક પોલીસને આનંદ થયો હતો.