રાંદેરની પ્રેસિડેન્સી સ્કુલમાં પરીક્ષા આપવા માટે આવેલી ઍક વિદ્યાર્થિનીનું ઍક મહિના પહેલા અકસ્માત થયો હતો. વિદ્યાર્થિની જ્યારે ટ્યુશનથી પરત ફરી રહી હતી તે દરમિયાન જ તેનો અકસ્માત થયો હતો. તેના પગ પરથી ગાડી ફરી જતા પગમાં ગંભીર ઈજા થઈ હતી.
ત્યારબાદ ડોક્ટરે ફ્રેક્ચર હોવાનું કહેતા ઍક મહિના સુધી તેણે ઘરે બેસીને જ પરીક્ષાની તૈયારી કરી છે. વિદ્યાર્થિનીઍ કહ્નાં કે હું જરા પણ હતાશ થઈ નથી. પરીક્ષાની જે વર્ષ દરમિયાન મેં તૈયારી કરી હતી ઍટલા જ ઓછા અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષાની તૈયારી કરી છે. માતા પિતાઍ મને ખૂબ આત્મવિશ્વાસ વધારી આપ્યો છે અને મને આશા છે કે મેં જે રીતની તૈયારી કરી છે ઍ પ્રકારનું સારું પરિણામ પણ આવશે.