સુરત સહિતક રાજયમાં આજથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરિક્ષાનો પ્રારંભ થયો છે.બોર્ડની પરીક્ષાને લઈને છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ સતત તૈયારીઓ કરતા હોય આજે ધોરણ ૧૦ની ગુજરાત બોર્ડની પરીક્ષાનું પ્રથમ પેપર હોય વાલીઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સુરતમાં વિદ્યાર્થીઓનું તિલક કરીને સ્વાગત કર્યા બાદ પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
સુરત જિલ્લાના ૧.૫૯ લાખ વિદ્યાર્થી ધો-૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા આપશે.ધો-૧૦માં ૯૦૨૫૩ વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહમાં ૫૨૩૫૦ વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં ૧૬૬૯૯ વિદ્યાર્થી પરીક્ષા આપશે.ધોરણ-૧૦ના ૭ ઝોનમાં, ૪૮ પેટા કેન્દ્રો તૈયાર કરાયા છે. શિક્ષણ વિભાગ દ્વારા ૩૦૨ બિલ્ડિંગ અને ૨,૯૬૩૨ બ્લૉકમાં પરીક્ષા યોજવામાં આવી છે. ધોરણ-૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પાંચ-પાંચ ઝોનના અનુક્રમે ૨૮ અને ૧૦ પેટા કેન્દ્રોમાં વ્યવસ્થા કરવામાં આવી છે. ૧૭૫ અને ૭૩ બિલ્ડિંગ અને ૧,૭૮૧ અને ૮૩૯ બ્લોકમાં પરીક્ષા યોજાય છે.બેઠક વ્યવસ્થા, નિરીક્ષણ અને સીસીટીવી સહિતની વ્યવસ્થાઓ શિક્ષણતંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે.સાથે જ પોલીસ બંદોબસ્તની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.મંગળવારે બોર્ડની પરિક્ષાનો પ્રારંભ થયો છે.સવારે ધોરણ ૧૦ના વિધાર્થીઓને કોઇ પણ જાતની તકલીફ ન પડે તે માટે પરીક્ષા કેન્દ્રો ઉપર તમામ શિક્ષકો ખડે પગે જાવા મળ્યા હતા. પરીક્ષા કેન્દ્રો ઉપર તમામ વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક વડે અભિવાદન કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત ગુલાબના ફુલ સાથે વિદ્યાર્થીઓની તાકાત કે ક્ષમતા જેના વડે વિકસી શકે ઍવી બોલપેનનું વિતરણે શાળાના શિક્ષકો દ્વારા ગિફ્ટ કરવામાં આવી હતી.તમામ વિદ્યાર્થીઓ ખૂબ સફળતા મેળવે અને પરિવારનું શાળાનું સમાજનું નામ રોશન કરે ઍવા ભાવ સાથે તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.પરીક્ષા કેન્દ્રો પર ઉનાળાના દિવસો હોવાથી તેમને ઠંડા પીણા પણ પીવડાવવામાં આવ્યા હતા. દરેક વર્ગખંડની અંદર સીસીટીવી પણ લગાડવામાં આવ્યા છે.સવારે પરીક્ષા કેન્દ્રો ઉપર વાલીઓના જમાવડાને કારણે ટ્રાફિક જામની સમસ્યા જાવા મળી હતી.