રીંગ રોડ શિવશક્તિ મીઠાઈની દુકાન સામે કાપડ વેપારીઍ પૈસાની ઉઘરાણી કરી મોપેડ પર જઈ રહેલા ઍક યુવકના ખિસ્સામાંથી ત્રણ ગઠિયાઓઍ રોકડા રૂપિયા ૫૭૫૦૦ અને ૨૦૭૭૬નો ચેક ચોરી કરી ભાગી છુટયા હતા.
બેગમપુરા પુનિતા ઍપાર્ટમેન્ટની બાજુમાં કોઠારી નિવાસમાં રહેતા જયેશકુમાર ઇન્દ્રમલ
કોઠારી રીંગ રોડ મહાવીર માર્કેટમાં પેમેન્ટ કલેકશનની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તા. ૯મી માર્ચના રોજ જયેશકુમાર રાબેતા મુજબ રિંગરોડ શિવશક્તિ મીઠાઈની સામે આવેલી નવકાર પ્રીન્ટમાંથી પૈસાનું કલેકશન કર્યા બાદ મનીષ માર્કેટમાંથી પણ પૈસાનું કલેકશન કર્યું હતું. ત્યારબાદ કુલ રૂપિયા ૫૭૫૦૦ અને ૨૦૭૭૬ ચેક ખિસ્સામાં મુકી પોતાના સાથી કર્મચારી બંટી મરાઠે સાથે મોપેડ બસ બેસી મહાવીર માર્કેટ પર જઈ રહ્ના હતા તે વખતે બાઇક પર આવેલા ત્રણ ગઠિયાઓઍ જયેશકુમારના પાસે બાઇક લાવીને થોભાવી દેતા તે ગભરાઈ ગયા હતા તે દરમિયાન જયેશકુમારની નજર ચુકવી ખિસ્સામાંથી રોકડા અને ચેક ચોરી કરી તેઓ મોપેડ પર બેસીને ભાગી છુટયા હતા. આ બનાવ સંદર્ભે થોડીવાર પછી જાણ થતાં જયેશભાઈઍ પોતાના શેઠ વિક્રમભાઈને જાણ કરી સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.