સુરત શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટને લઇ અનેક વિવાદો સર્જાયા છે. મેટ્રોના કામગીરીને લઇ અનેક રસ્તાઓ બંધ કરાતા વેપારી અને લોકોમાં ખાસ્સો રોષ જાવા મળી રહ્ના છે. ખાસ કરીને મજૂરા ગેટથી લઇને સગરામપુરા કૈલાસનગર તરફ જતો રસ્તો મેટ્રોની કામગીરીને લઇ બંધ કરવામાં આવ્યો છે.
જેથી આજુબાજુના રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. આ ઉપરાંત મજૂરા ગેટ ક્લાસી પ્લાઝા બિલ્ડીંગ અને તેની આજુબાજુ અનેક હોસ્પિટલો આવેલી છે જેથી અવરજવર કરતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે. અને કેટલાક કિસ્સાઓમાં ઍમ્બ્યુલન્સ પણ ન જઈ શકતા દર્દીઓની હાલત કફોડી બની જતી હોય છે. હાલ મેટ્રોની કામગીરીને લઇ આજુબાજુના રહીશોમાં વિરોધનો સુર દેખાઈ રહ્ના છે.