અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં નીકી હેલી રિપબ્લિક પાર્ટીના ઉમેદવાર તરીકે મૂળ સુરતના યોગી પટેલ દ્વારા ઉમેદવારી કરવામાં આવી છે. ભારતવાસીઓ અને ઍમાં ખાસ કરીને ગુજરાતીઓ માટે અમેરિકાથી ગૌરવ સમાન સમાચાર સામે આવ્યા છે. કેલિફોર્નિયાના લોસ ઍન્જલ કાઉન્ટીની હદમાં આર્સેટિયા સીટી ખાતેની મુળ સુરતના વતની ઍવા યોગી પટેલને રિપબ્લિકન પાર્ટીઍ ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જેની સત્તાવાર જાહેરાત જૂન માસમાં કરાશે.
લોસ ઍન્જલ ખાતે છેલ્લા વીસ વર્ષથી રહેતા યોગી પટેલ મૂળ સુરતના છે. વિદેશમાં અભ્યાસ કરીને કેમિકલ ઍન્જીનીયર બન્યા છે. રિયલ ઍસ્ટેટથી માંડીને હોટેલ ઍન્ડ મોટેલ ઇન્ડસ્ટ્રીઝમાં તેમને પોતાનું નામ કમાયું છે. કોમર્શિયલ બિલ્ડીંગ ઍક્ટીવીટીમાં પણ તેમનું મોટું નામ છે. હાલ તેમણે આર્ટેશિયા ખાતેથી કાઉન્સીલમેન તરીકેના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. યોગી પટેલ છેલ્લા ઘણા સમયથી સામાજિક સેવાના કાર્ય સાથે સંકળાયેલા છે. વિવિધ હોદ્દાઓ પર માનસ સેવા પૂરી પાડી રહ્ના છે.