
પાલ કેનાલ રોડ પાસે આવેલા ઍક ખુલ્લા મેદાનમાં આંબાના ઝાડ સાથે ઍક યુવકની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. જાકે, પોલીસે લાશનો કબજા લઇ પીઍમ અર્થે સીવીલમાં મોકલી આપી છે. મૃતક યુવક ઍક અઠવાડિયા પહેલા જ રોજગારી માટે સુરત આવ્યો હતો.
પાલ કેનાલ રોડ પાસે આવેલી ઍક ખુલ્લી જગ્યામાં આંબાના ઝાડ સાથે યુવકની લટકતી લાશ મળી આવતા લોકોઍ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. કંટ્રોલ રૂમે પાલ પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે લાશને નીચે ઉતારી પીઍમ અર્થે સીવીલ હોસ્પિટલમાં મોકલી આપી હતી. પોલીસે તપાસ કરતા મૃતક યુવક મધ્યપ્રદેશનો વતની હોવાનું સામે આવ્યું છે. ૩૦ વર્ષીય અનીશ ગોવિંદ પ્રસાદ સાહુ ઍમપીથી રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો. હાલમાં તેઓ અલગ અલગ સ્થળો પર રહેતા પોતાના હમવતની અને પરિચીત વ્યક્તિઓ સાથે રહી કામધંધો શોધી રહ્ના હતો. યુવકે કરેલા આપઘાત પાછળનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. અનીશ અપરિણિત હતો. આંબાના ઝાડ સાથે સફેદ રંગનું કાપડ બાંધી જીવન ટુંકાવી દીધું હતું. હાલ પોલીસે તેના પરિવારજનોને જાણ કરી વધુ તપાસ હાથ ધરી છે.