વિવાદનો પર્યાય બની ચૂકેલી સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શાળાના કાર્યક્રમોમાં રાજકીય પક્ષના કાર્યકરોને ફરજિયાત આમત્રણ આપી પ્રોટોકોલ જાળવવા માટેનો પરિપત્ર બહાર પાડ્યો હતો. આ પરિપત્ર બહાર પડતાં જ વિવાદ શરૂ થયો હતો અને આ વિવાદ વધુ વકરે તે પહેલાં જ ઉપશાસનાધિકારીઍ જુનો પરિપત્ર પરત ખેંચી નવો પરિપત્ર જાહેર કરીને નવા પરિપત્રમાં કાર્યકરોને આમંત્રણ શબ્દ બાદ કરવા સાથે ફરજિયાત આમંત્રણ શબ્દ કાઢીને શાળાઍ થતાં કાર્યક્રમની જાણ કરવાનો ઉલ્લેખ કરી દીધો છે.
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારીઓ રાજકારણીઓનો રોલમાં હોય તેમ સમિતિનો વહીવટ ચલાવી રહ્નાનો આક્ષેપ છાસવારે થઈ રહ્ના છે. આ આક્ષેપ વચ્ચે જ ઉપશાસનાધિકારીઍ ગઈકાલે સુરત પાલિકા સંચાલિત શાળામાં થતા વિવિધ કાર્યક્રમોમાં આમંત્રણ મુદ્દે ઍક પરિપત્ર જાહેર કરતા વિવાદ ઉભો થયો હતો. ગઈકાલે ઉપશાસનાધિકારીઍ જે પરિપત્ર જાહેર કર્યો હતો તેમાં શાળામાં થતાં તમામ કાર્યકરોમાં શિક્ષણ સમિતિના સભ્યો, પદાધિકારીઓ સાથે કોર્પોરેટરો ઉપરાંત સ્થાનિક કાર્યકરોને ફરજિયાત આમંત્રણ આપવું અને તેનો પ્રોટોકોલ જાળવવો તેવો ઉલ્લેખ કર્યો હતો. સમિતિના કાર્યક્રમોમાં શાળા કક્ષાઍથી ચુંટાયેલા પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવે છે અને પ્રોટોકોલ પણ જાળવવામાં આવે છે. તેમ છતાં સ્થાનિક કાર્યકરોનો રોફ વધે તે માટે કાર્યકરોને ફરજિયાત આમંત્રણ આપવા માટેનો પરિપત્ર જાહેર કરાયો હતો. આ પરિપત્રના કારણે વિવાદ ઉભો થયો હતો. જોકે, વિરોધ પક્ષે આ પરિપત્રનો કોઈ વિરોધ કર્યો ન હોવા છતાં મીડિયામાં મુદ્દો આવતા વિવાદ મોટો થાય તેમ હોવાથી ઉપશાસનાધિકારીઍ યુ ટર્ન લઈ લીધો છે. આ વિવાદ વધુ વકરે તે પહેલાં જ ઉપશાસનાધિકારીઍ શાળા કક્ષાઍ થતા કાર્યક્રમમાં આમંત્રણ માટે બીજો નવો પરિપત્ર જાહેર કરી દીધો છે. આ નવા પરિપત્રમાં શાળા કક્ષાઍ થતાં કાર્યક્રમોમાં શિક્ષણ સમિતિના સભ્યો, પદાધિકારીઓ અને નગર સેવક ને આમંત્રણ આપવું અને ટેલિફોનીક જાણ કરીને કાર્યક્રમમાં પ્રોટોકોલ જાળવવાનો ઉલ્લેખ કરાયો છે. પહેલા પરિપત્રમાં જે વિવાદ થયો હતો તેવા કાર્યકરોને આમંત્રણ આપવું અને ફરજિયાત આમંત્રણ આપવું તે શબ્દ કાઢીને નવો પરિપત્ર જાહેર કરી તેનો અમલ કરવા માટે સુચના તમામ શાળાઓને આપી દેવામાં આવી છે.