સુરત મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિકની સમસ્યા ઘટાડવા માટે કોન્ટ્રાક્ટ પર અપાયેલા પે ઍન્ડ પાર્ક જ ટ્રાફિક માટે સમસ્યાનું કારણ બની રહ્નાં છે. પાલિકાઍ પે ઍન્ડ પાર્ક જાહેર કર્યા બાદ તેમાં વાહન ર્પાકિંગની જગ્યા ખાણી પીણીની લારીઓ, વાહનો અને ધંધાદારી દબાણ થતાં લોકોઍ ના છુટકે રસ્તા પર વાહન પાર્ક કરવા પડે છે. પાલિકા તંત્ર દ્વારા આવા પે ઍન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર સામે પગલાં નહી ભરતા ટ્રાફિક સમસ્યા વકરી રહી છે, જોકે વરાછા ઝોને પે ઍન્ડ પાર્કમાં થતા દબાણ દુર કરવાની શરૂઆત કરી છે. સતત બીજા દિવસે વરાછા ઝોને કિરણ ચોક બાદ સીતા નગર ફ્લાય ઓવર નીચે બનેલા પે ઍન્ડ પાર્કમાંથી ખાણી પીણીની લારીઓ ઉઠાવી લીધી છે. જો વરાછા ઝોન પે ઍન્ડ પાર્ક માંથી ધંધાદારી દબાણ દુર કરી શકતું હોય તો અન્ય ઝોન દ્વારા આવા પગલાં કેમ ભરવામા આવતા નથી ? તે મુજબના પ્રશ્ન સાથે તમામ પે ઍન્ડ પાર્ક માત્ર ર્પાકિંગ માટે જ ખુલ્લા કરવા માગણી થઈ રહી છે.
સુરત મહાનગરપાલિકાઍ શહેરમાં થતા ર્પાકિંગ અને ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે પે ઍન્ડ પાર્ક જાહેર કરીને તેના કોન્ટ્રાક્ટ પણ આપ્યા છે. કેટલીક જગ્યાઍ પે ઍન્ક પાર્ક નું સંચાલન સારી રીતે થાય છે પરંતુ કેટલાક પે ઍન્ડ પાર્ક વિવાદનું કેન્દ્ર બની રહ્નાં છે. સુરતના અનેક પે ઍન્ડ પાર્કમાં ધંધાદારી દબાણ થતું હોવાની ફરિયાદ થઈ રહી છે. બે દિવસ પહેલાં વરાછા ઝોનના કિરણ ચોક પે ઍન્ડ પાર્કમાં આઈસ ડીશ તથા અન્ય લારીઓ ઉભી રાખતા હોવાની ફરિયાદ બાદ વરાછા ઝોને કડકાઈ દાખવીને આ દબાણ દૂર કરીને ર્પાકિંગ શરૂ કરાવી દીધા હતા. ત્યારબાદ વરાછા વિસ્તારમાં ટ્રાફિક થી ધમધમતા સીતાનગર ફ્લાય ઓવર નીચે પણ પે ઍન્ડ પાર્કમાં ખાણી પીણીની લારીઓ ઉભી રાખીને તેમની પાસે પૈસા વસુલાતા હોવાની ફરિયાદ બહાર આવી હતી. વરાછા ઝોને આ ફરિયાદ મળતા તાત્કાલિક સીતા નગર ફ્લાય ઓવરબ્રિજ નીચે પે ઍન્ડ પાર્કમાં ઉભી રખાતી ખાણી પીણીની લારીઓ જ કરી કોન્ટ્રાક્ટરને પે ઍન્ડ પાર્કમાં વાહનો પાર્ક થવા જોઈઍ તેવી સૂચના આપી છે. પાલિકાના વરાછા ઝોને પે ઍન્ડ પાર્કમાં ધંધાદારી દબાણ થાય છે તેવી ફરિયાદ બાદ તાત્કાલિક ખાણી પીણીની લારીઓ હટાવીને પે ઍન્ડ પાર્કમાં વાહનો પાર્ક કરાવવાનું શરૂ કરી દીધું છે. પરંતુ પાલિકાના અઠવા અને રાંદેર ઝોન સહિત અન્ય ઝોનમાં પે ઍન્ડ પાર્કમાં હજી પણ ધંધાદારી દબાણ થઈ રહ્નાં છે. ઓન સ્ટ્રીટ ર્પાકિંગ માં પણ ખાણી પીણીના વાહનો ઉભા રખાતા હોવાથી ટ્રાફિકની સમસ્યામાં વધારો થઈ રહ્ના છે. જો વરાછા ઝોન પે ઍન્ડ પાર્ક માંથી ધંધાદારી દબાણ હટાવી શકતા હોય તો અન્ય ઝોન દ્વારા આવા દબાણો કેમ હટાવવામાં આવતું નથી ? અન્ય ઝોનમાંથી પે ઍન્ડ પાર્કમાં થતાં દબાણ માટે ઝોનના કેટલાક કર્મચારીઓ અને દબાણ કરનારાઓની મીલી ભગત હોવાથી આ દબાણ દુર થતા નથી તેના કારણે આવા તમામ પે ઍન્ડ પાર્ક ની તપાસ કરીને તેમાંથી દબાણ હટાવવા માટેની માગણી થઈ રહી છે.