કાપોદ્રા વિસ્તારમાં રહેતા ઍક કોલોજીયન વિદ્યાર્થીને ઓઍલઍક્સ પર લેપટોપ વેચવાનું ભારે પડ્યું છે. ઠગબાજે રૂપિયા ૬૨ હજાર ટ્રાન્સફર કર્યા હોવાની ખોટી રસીદ બતાવી લેપટોપ લઇને રફુચક્કર થઈ ગયો હતો.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા જિલ્લાના કરજાળા ગામના વતની અને હાલ કાપોદ્રા ઍલઍચ રોડ સાગર સોસાયટીમાં રહેતા વિપુલભાઈ વાડદોરિયા વરાછા શ્વેત રાજહંસ સોસાયટીમાં નવજીવન હાર્ડવેર નામની દુકાન ધરાવે છે. તેમનો ૨૧ વર્ષીય પુત્ર મીત વીર નર્મદ યુનિવર્સિટીના ટીવાયબીઍમાં આર્કિટેક્ટ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરે છે. મીતે તા. ૨૮ જાન્યુઆરીના રોજ પોતાનું લેપટોપ ઓઍલઍક્સ સાઇડ પર વેચવા માટે મુક્યો હતો. તે દરમિયાન મોટા વરાછા સુદામા ચોક સ્થિત સૌરાષ્ટ્ર ટાઉનશીપમાં રહેતો અમીતકુમાર ભરતભાઈ હીરપરાઍ લેપટોપ ખરીદવા માટેની ઇચ્છા દર્શાવી હતી. ત્યારબાદ બંને જણા તારીખ ૪ ફેબ્રુઆરીના રોજ ફોન પર વાતïચીત કર્યા બાદ મળ્યા હતા. બંને વચ્ચે લેપટોપની કિંમત ૬૨ હજાર નક્કી થયા બાદ અમીતકુમારે મીતના ઍકાઉન્ટની વિગતો લઇ મારો ભાઈ તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દેશે તેમ કહી શરૂઆતમાં ૧ રૂપિયો ટ્રાન્સફર કર્યા બાદ બાકીના રૂપિયા ૬૨ હજાર ટ્રાન્જેકશન રસીદનો સ્ક્રીન શોર્ટ બતાવીને જતો રહ્ના હતો. થોડા દિવસ બાદ મીત ઍસબીઆઈ બેકમાં ઍન્ટ્રી પડાવવા જતાં રૂપિયા ૬૨ હજારની ઍન્ટ્રી મળી નહતી. પોતાનો મોકલેલો સ્ક્રીનશોર્ટ ચેક કરતા અમિતે તેમાં ઍડીટ કરી રૂપિયા ૧ની ટ્રાન્ઝેકશન રસીદમાં છેકછાક કરી તેમાં ૬૨ હજાર લખી ટ્રાન્સફર કર્યા હોવાની કહી છેતરપિંડી આચરી હતી. આ બનાવ સંદર્ભે મીતે અમિતનો સંપર્ક કરતા ફોન સ્વીચઓફ આવ્યો હતો. આ બનાવ સંદર્ભે મીતે કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.