
કતારગામ ફુલપાડા રોડ પર ઇંડાની લારી પર ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે યુવાન પૈકી ડાબા હાથ વગરના યુવાને લારી ચલાવતી વૃધ્ધાના ગળામાંથી રૂ.૫૦ હજારની કિંમતની સોનાની ચેઇન આંચકીને ભાગી જતા કતારગામ પોલીસે તપાસ હાથ ધરી છે.
કતારગામ ફુલપાડા રોડ મહાકાલી ઍપાર્ટમેન્ટમાં રહેતા ૬૭ વર્ષીય કુસુમબેન બળવંત ખત્રી કતારગામ ફુલપાડા મેઇન રોડ સ્થિત દેવીકૃપા સોસાયટીના ગેટની બાજુમાં ઇંડાની લારી ચલાવે છે. ગત રાતે ૧૦.૩૦ વાગ્યાના અરસામાં કુમકુમબેનની લારીઍ બાઇક પર બે યુવાન બાફેલા ઇંડા ખાવા આવ્યા હતા. ઇંડા ખાધા બાદ ઍક યુવાન બાઇક ચાલુ કરી ઉભો હતો જયારે તેનો સાથીદાર કે જેનો ડાબા હાથ ન હતો તે પૈસા આપવાના બહાને લારી પાસે ઉભો હતો. ડાબા હાથ વગરના યુવાને ઇંડાના પચાસ રૂપિયા આપ્યા બાદ અચાનક જ કુસુમબેનના ગળામાં પહેરેલી સોનાની ચેઇન દોઢ તોલા વજનની ચેઇન કિંમત રૂ. ૫૦ હજારની આંચકીને બાઇક પર બેસીને ભાગી ગયો હતો. કુસુમબેને બુમાબુમ કરી હતી પરંતુ ગ્રાહકના સ્વાંગમાં ઇંડા ખાવા આવેલા સ્નેચરો બાઇક પુર ઝડપે હંકારીને ભાગી ગયા હતા. ઘટના અંગે કુસુમબેને કતારગામ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.