કોગ્રેસ પક્ષની વિદ્યાર્થી પાંખ અને ઍનઍસયુઆઈમાં પણ કાર્યકર્તાઓમાં અંદરોઅંદર ડખા ચાલી રહ્ના છે. સુરત શહેર ઍનઍસયુઆઈ દ્વારા ઍક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઍનઍસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી દ્વારા ઍનઍસયુઆઈના કાર્યકર્તાઓને સૂચના આપવામાં આવી હતી કે, જે પણ પ્રમુખ બનવા માંગતા હોય તેઓ પોતાની રીતે કાર્યક્રમનું આયોજન કરે. જે અંતર્ગત ઘોડદોડ રોડ ઈશ્વર ફાર્મ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કાર્યકારી પ્રમુખ અને સંમેનલનનું આયોજન કરનાર કાર્યકર્તા અને તેના સમર્થકો સામસામે આવી જતાં હંગામો થયો હતો. અને જાતજાતામાં ઇશ્વર ફાર્મ યુદ્ધનું મેદાન બની ગયું હતું. ઍનઍસયુઆઈના કાર્યકર્તાઓઍ જાતજાતામાં બેનરો તોડી પાડી ખેસ રસ્તા પર ફેકીને જતા રહ્ના હતા.
ઘોડદોડ રોડ ખાતે આવેલા ઇશ્વર ફાર્મમાં ઍનઍસયુઆઈદ્વારા વિદ્યાર્થી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઍનઍસયુઆઈપ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી હાજર રહ્ના હતા. આ કાર્યક્રમમાં શરૂઆત થતાની સાથે જ કાર્યકાર્ય પ્રમુખ અને જેણે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેની વચ્ચે શાબ્દિક ટકા ટપી શરૂ થઈ ગઈ હતી. વાત ઍટલી વણસી હતી કે, ઍકબીજાને અભદ્ર ભાષામાં ગાળો બોલવાનું પણ શરૂ કરી દેવાયું હતું. ઍનઍસયુઆઈ વિદ્યાર્થી સંમેલનનું આયોજન કરનાર રવિ પૂંછડીયા જણાવ્યું કે, ઍનઍસયુઆઈના પ્રદેશ અધ્યક્ષની સૂચનાથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન પાછળ મેં તૈયારી કરી હતી. ઍટલા માટે જ મેં બેનરમાં મારો ફોટો પણ મૂક્યો હતો. તે જ અમારા પ્રદેશ અધ્યક્ષના સહિતના હોદ્દેદારોના પણ ફોટા હતા. મારો ફોટો બેનરમાં હોવાને કારણે સુરતના કાર્યકારી પ્રમુખે માથાકૂટ શરૂ કરી હતી. શહેર ઍનઍસયુઆઈ પ્રમુખ બનવા માટે હું ઇચ્છતો હતો. માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તે પણ પ્રદેશ અધ્યક્ષના માર્ગદર્શનમાં જ હતું. પરંતુ આ બાબત શહેરના કાર્યકારી પ્રમુખને ગમી ન હોવાના કારણે માથાકૂટ કરી હતી. કાર્યક્રમમાંથી મારી સાથે જે સમર્થનમાં કાર્યકર્તા આવ્યા હતા.તે તમામ ઊઠીને જતા રહ્ના હતા. ઍનઍસયુઆઈના કાર્યકારી પ્રમુખે જણાવ્યું કે, રવિ પૂંછડીયા પાસે ઍનઍસયુઆઈનો હોદ્દો પણ નથી અને સભ્યપદ પણ નથી. છતાં તેણે પોતાનો ફોટો બેનરમાં મૂકી દીધો હતો. આ બાબત મારા સમર્થક કાર્યકર્તાઓના ધ્યાન પર આવતા શહેર પ્રમુખ તરીકેનો મારો ફોટો તેણે મૂક્યો ન હોવાને કારણે તેમને યોગ્ય લાગ્યું ન હતું. આ બાબતે બોલચાલી થઈ હતી. આ કાર્યક્રમમાં રવિ પૂછડિયાઍ માત્ર પોતાના ખર્ચે બેનર જ લગાડ્યું હતું. ઍનઍસયુઆઈના પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્ર સોલંકીઍ જણાવ્યું કે, વિદ્યાર્થી સંમેલનનો કાર્યક્રમ હતો. જેમાં હું પોતે પણ હાજર રહ્ના હતો. ઍવી કોઈ માથાકૂટ થઈ ન હતી. આ અમારો આંતરિક મામલો છે. બંને પક્ષે અમે સમજાવટ કરી દીધી હતી.