
અઠવાલાઇન્સ આદર્શ સોસાયટીમાં રહેતા ઍક બિલ્ડરના મકાનમાં ઘરકામ કરતી મહિલા રૂપિયા ઍક લાખના દાગીના ચોરી કરી ભાગી છુટી હતી.
અઠવાલાઇન્સ આદર્શ સોસાયટીમાં રહેતા નિલ હરેશકુમાર શાહ ઇકો ઇન્ફ્રા કન્સ્લ. ફર્મથી બાંધકામનો વ્યવસાય કરે છે. અને તેની પત્ની યોગા ટીચર તરીકે નોકરી કરે છે. નીલ શાહે પોતાની ઘરની સાફસફાઈ માટે તારીખ ૩જી જાન્યુઆરી ૨૦૨૩ના રોજ રેવકી ઉર્ફે રેખા રાજુ નિગવાલને નોકરી પર રાખી હતી અને તે સર્વન્ટ રૂમમાં રહેતી હતી. તારીખ ૮મી માર્ચના રોજ ધુળેટીના દિવસે નીલ શાહની પત્ની ધ્વની પોતાની બેડરૂમમાં સોનાની દાગીના લેવા માટે ગઈ હતી. પરંતુ કબાટમાંથી રૂપિયા ૧ લાખના દાગીના ગાયબ હતા. શોધખોળ કરતા દાગીના મળ્યા નહતા. જેથી નીલ શાહે તપાસ કરતા ઘરકામ કરતી રેખા ઉપર શંકા ગઈ હતી. પરંતુ રેખાઍ દાગીના ન લીધા હોવાનું રટણ કરી પરિવાર સાથે દાગીના શોધવાનું ઢોગ કર્યું હતું. તા. ૧૪મી માર્ચના રોજ પતિ સાથે શોપિંગ કરવા જઉં છું તેમ કહીને રેખા ભાગી ગઈ હતી. આ બનાવ સંદર્ભે નીલ શાહે ઉમરા પોલીસ મથકે તેના વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.