છેલ્લા થોડા સમયથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ઍક જ મહિનામાં બીજી વખત માવઠાનો લોકો અનુભવ કરી રહ્ના છે. ત્યારે સુરત શહેર સહિત જિલ્લામાં રાત્રિના સમયે કમોસમી વરસાદ ખાબક્યો હતો. ખાસ કરીને માંગરોળ તાલુકા વિસ્તારમાં મોતીનો વરસાદ થતો હોય તેમ આકાશમાંથી કરા પડ્યા હતા. કરા સાથેના ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બીજી તરફ ઊભા પાક પર થયેલી હિમવર્ષાથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને સુરત શહેરમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્નાં હતું. તો બીજી તરફ મોડી રાતે સુરત શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. માર્ચ મહિનામાં સમયાંતરે થતા વરસાદને કારણે ખેડૂતો વધુ ચિંતિત થયા છે. ઉનાળાની શરૂઆત થવાને બદલે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. મોડી રાત્રિના સમયે ભારે પવનો સાથે વરસાદ તુટી પડ્યો હતો. આમ કમોસમી વરસાદને પગલે અમુક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ખાસ કરીને સુરતના માંગરોળ તાલુકામાં મોડી રાતે કરા સાથે વરસાદ ખાબક્યો હતો. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ અહીં જોવા મળ્યો હતો ભારે પવન સાથે બરફના કરા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો બીજી તરફ બરફના કરા સાથે વરસેલા વરસાદનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ પણ થઈ રહ્ના છે.હવામાન વિભાગ દ્વારા જે હિસાબે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને ખેડૂતોની ચિંતામાં બમણો વધારો થયો છે. તો બીજી તરફ ભરઉનાળે કરા સાથે વરસાદ વરસતા ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે. જેથી ખેડૂતો હાલ ચિંતામાં મુકાયા છે. દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું કે, માર્ચ મહિનામાં જે પ્રકારે વાતાવરણમાં પલટો આવ્યો છે. તેનાથી ખેડૂતોની ચિંતા સતત વધી રહી છે. માર્ચ મહિનાની શરૂઆતમાં પણ વરસાદી ઝાપટા આવ્યા હતા. તેના કારણે બાગાયતી પાકોને ખૂબ મોટું નુકસાન થયું છે. ફરી ઍક વખત ગઈકાલે પણ જે રીતે વરસાદ થયો છે. તેને કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતોને આર્થિક મોટું નુકસાન થઈ રહ્નાં છે. ખાસ કરીને કેરીના પાકને નુકસાન થતા ખેડૂતોના માથે મોટી આફત આવી છે. સરકારે આ તમામ બાબતોને ગંભીરતાથી લઈને સર્વેની કામગીરી તટસ્થતાપૂર્ણ કરવી જોઈઍ. જે પણ ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે તેનું ઝડપથી વળતર ચૂકવવું જોઈઍ. ભૂતકાળમાં ખેડૂતોના અનુભવ ખૂબ જ દુઃખદ રહ્ના છે. સરકારે આર્થિક વળતર યોગ્ય પ્રમાણમાં આપ્યું નથી. અથવા તો ઘણા કિસ્સાઓમાં તો કંઈ જ આપ્યું નથી.