નવી સિવિલ હોસ્પિટલમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંગદાન ઍ મહાદાનની જાગૃતિ માટે ઍક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવી સિવિલના ડોક્ટરો, નર્સિંગ સ્ટાફના સહિતના લોકો બેનરો હાથમાં લઇને રેલીમાં જાડાયા હતા. હમણા સુધી નવી સિવિલમાં ૧૯ વ્યક્તિઓના અંગદાન કરવામાં આવ્યા છે. જેનાથી અનેક લોકોના જીવ બચી શક્યા છે. લોકોઍ અંગદાન કરવું જાઈઍ તેવા સંદેશા સાથે નવી સિવિલ હોસ્પિટલમાં રેલી કાઢવામાં આવી છે.