
મેટ્રોના કામને કારણે અલથાણ ભટાર વિસ્તારમાં ટ્રાફિકની સૌથી મોટી સમસ્યા થઈ રહી છે. ટ્રાફિકની આ સમસ્યા માટે મેટ્રોની કામગીરી ઉપરાંત પાલિકાઍ બનાવેલું બસ સ્ટેન્ડ નડતરરૂપ હતું. આ બસ સ્ટેન્ડ દૂર કરી ટ્રાફિક સમસ્યા હળવી કરવાની માંગણી થતા પાલિકાને બ્રહ્મજ્ઞાન થયું અને બસ સ્ટેન્ડ દૂર કરવામાં આવ્યું છે જેને કારણે આ વિસ્તારની ટ્રાફિક સમસ્યા થોડી હળવી થશે.
સુરતના અલથાણ અને ભટાર વચ્ચે મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ કામગીરીને કારણે ભટાર થી અલથાણ તરફ જવા માટે માત્ર સિંગલ રોડ જ ઉપલબ્ધ છે. આવવા અને જવા માટે ઘણો સાંકડો રોડ છે તેને કારણે ટ્રાફિકની ભારે સમસ્યા થઈ રહી છે. લોકો અનેક દિવસોથી ટ્રાફિકની સમસ્યમાં ઘેરાઈ રહ્ના હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી ન હતી. ઍક વર્ષમાં કલાકો સુધી લોકો ટ્રાફિક જામમાં ફસાયેલા રહેતા હોવા છતાં શાસક પક્ષના સભ્યો દ્વારા આ સમસ્યા હળવી કરવા માટે કોઈ પ્રયાસ કરવામાં આવ્યા ન હતા. આ વિસ્તારના લોકોની સમસ્યા સાથે પાલિકાના માજી વિપક્ષના નેતા બાબુ કાપડિયાઍ આ રોડ પર બનાવેલું બસ સ્ટેન્ડ દૂર કરવામાં આવે તો લોકો ટ્રાફિક સમસ્યામાંથી મુક્ત થાય તેવી રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ પાલિકા તથા દ્વારા સર્વે કરવામાં આવતા બસ સ્ટેન્ડના કારણે ટ્રાફિકની સમસ્યા વિગત બનતી હોવાનું બહાર આવ્યું હતું. જેના કારણે પાલિકાઍ હાલમાં બિન ઉપયોગી થયેલું આ બસ સ્ટેન્ડ દૂર કરી દેવાની કામગીરી કરી હતી. આ બસ સ્ટેન્ડ તોડી પડાયા બાદ આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા થોડી હળવી થશે.