
સુરત શહેરમાં બનાવવામાં આવતા રોડ ડિવાઇડરની ગુણવત્તા તદ્દન નબળી હોવાની વાત બહાર આવી છે. સુરત પાલિકા દ્વારા બનાવવામાં આવેલા ડિવાઈડરોની કામગીરી માંડ પૂરી થાય છે ત્યાં ડિવાઈડર તૂટવાની ઘટના પણ સામે આવી રહી છે. શહેરના પાલનપુર વિસ્તાર સહિત અનેક વિસ્તારમાં હાલમાં જ રોડ ડિવાઈડર બન્યા છે પરંતુ ગણતરીના દિવસોમાં આ ડિવાઈડર તૂટી જતા કામગીરી ની ગુણવત્તા સામે શંકા ઊભી થઈ રહી છે.આ પ્રકારની ફરિયાદ માત્ર ઍક જગ્યાઍ નહીં પરંતુ અનેક જગ્યાઍથી હોવાથી કામગીરીની ગુણવત્તા ચકાસવા માગણી થઈ રહી છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં શહેરના રોડ પર ડિવાઈડર બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પાલિકા દ્વારા રોડ ડિવાઇડર બનાવવાના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. જોકે કોન્ટ્રાક્ટ આપ્યા બાદ પાલિકા તંત્ર કામગીરીની ગુણવત્તાની ચકાસણીમાં સદંતર નિષ્ફળ રહ્નાંં છે, જેનો લાભ પાલિકાના કોન્ટ્રાક્ટર ઉઠાવી કામગીરીમાં વેઠ ઉતારી રહ્ના છે. બની ગયેલા ડિવાઇડરો ગણતરીના દિવસોમાં જ તુટી રહ્ના હોવાની ફરિયાદ સામે આવી છે. શહેરના પાલનપુર વિસ્તારમાં હાલમાં જ ડિવાઈડર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ડિવાઇડર બનાવવા પહેલા પાલિકા તંત્ર રોડની બંને તરફથી દબાણ દૂર કરી શકતું ન હોવાથી આ ડિવાઈડર ટ્રાફિક માટે અડચણ ઊભી કરી રહ્ના છે. પાલિકા દ્વારા બનાવવામાં આવેલા ડિવાઇડરની કામગીરીમાં કોન્ટ્રાક્ટરો વેઠ ઉતારતા હોવાની અનેક ફરિયાદ બહાર આવી રહી છે. પાલિકાના રાંદેર ઝોનમાં આવેલા પાલનપુર વિસ્તારમાં હાલ ડિવાઈડર બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ ડિવાઈડર બન્યા બાદ ગણતરીના દિવસોમાં જ ડિવાઈડર તૂટી રહ્ના છે. કોન્ટ્રાક્ટર દ્વારા પાલિકાઍ નક્કી કરેલા ધારા ધોરણ મુજબ કામગીરી ન થતી હોવાની ચાડી આ તૂટેલા ડિવાઈડરો ખાઈ રહ્ના છે. પાલિકા તંત્ર કોન્ટ્રાક્ટ થી કામગીરી આપે છે પરંતુ ત્યારબાદ કામગીરીની ગુણવત્તાની ચકાસણી કરવામાં નિષ્ફળ છે. જેના કારણે ડિવાઇડર બને તો છે પરંતુ ગણતરીના દિવસોમાં તૂટી રહ્ના છે. આ પ્રકારની ફરિયાદ માત્ર ઍક પાલનપુરની નહીં પરંતુ અનેક જગ્યાઍથી આવતી હોવાથી કોન્ટ્રાક્ટરો ડિવાઈડર બનાવવામાં સિમેન્ટનો ઉપયોગ કરે છે કેમ? તેવા અનેક પ્રશ્ન થઈ રહ્નાં છે. આવા કોન્ટ્રાક્ટર અને કામગીરીનું સુપરવિઝન ન કરનારા અધિકારીઓ સામે પગલા લેવાની માંગ ઉઠવા પામી છે.