
પાલ ઉમરા બ્રિજ ખાતે આજે વહેલી સવારે ઍક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં પાલથી ઉમરા તરફ જઈ રહેલા બાઈક પર બે યુવાનો બ્રિજના ડિવાઇડર સાથે અથડાયા બાદ ત્રણ ફૂટ જેટલા ઉછળ્યા હતા અને બ્રિજની પાળી કૂદાવી ૧૫ ફૂટની બ્રિજની નીચે પટકાયા હતા. જેને લઇ બંને યુવાનોને ગંભીર ઈજા પહોંચી હતી. સ્થાનિક લોકોઍ ૧૦૮ને બોલાવી તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જેમાં ઍકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
પાલ ઉમરા બ્રીજ ઉપર આજે વહેલી સવારે ખૂબ જ વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. પાલથી ઉમરા તરફ બાઈક પર બે યુવાનો જઈ રહ્ના હતા. બંને યુવાનો પૂરપાટ ઝડપે બાઈક ચલાવીને જઈ રહ્ના હતા તે દરમિયાન બ્રિજના ઉમરા તરફના છેડા પર અકસ્માતનો ભોગ બન્યા હતા. બાઈક ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા બ્રિજ પર ડિવાઈડર સાથે અથડાયા બાદ બંને યુવાનો ત્રણ ફૂટ હવામાં ઉછળ્યા હતા. અકસ્માત ઍટલો વિચિત્ર અને ગંભીર બન્યો હતો કે બંને યુવાનો હવામાં ઉછળી બ્રિજની પાળી કૂદાવી ૧૫ ફૂટ નીચે પટકાયા હતા. જ્યારે બાઈકનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. અકસ્માતને પગલે આસપાસથી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. ૧૦૮ને બોલાવી બંને યુવકોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. ઇમરજન્સી વોર્ડમાં બંનેની સારવાર કરવામાં આવી રહી છે. બંને પૈકી ઍક યુવકની હાલત ખૂબ જ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. જોકે આટલા ગંભીર અકસ્માતમાં પણ બંને યુવકો હાલ જીવી રહ્ના છે. ઘટનાની જાણ ઉમરા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. જેમાં બાઇક ચાલક તુરા મુજુલાઅલીની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે.